Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં શિવશક્તિ ફરસાણના સમોસામાંથી વંદો નીકળતા તંત્ર એક્શનમાં, દુકાન સીલ, શહેરભરમાં દરોડા

Vadodara News: વડોદરા (Vadodara) શહેરમાંથી ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને અખાદ્ય વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં શહેરની સુપ્રસિદ્ધ શિવશક્તિ ફરસાણ (Shiv Shakti Farsan) નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસામાંથી વંદો (Cockroach) નીકળ્યું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થયો હતો.
vadodara માં શિવશક્તિ ફરસાણના સમોસામાંથી વંદો નીકળતા તંત્ર એક્શનમાં  દુકાન સીલ  શહેરભરમાં દરોડા
Advertisement
  • Vadodara માં શિવશક્તિ ફરસાણના સમોસામાંથી જીવડું મળતા તંત્ર એક્શનમાં
  • શિવશક્તિ ફરસાણના સમોસામાં વંદો (Cockroach) નીકળતા દંડ ફટકારાયો
  • વાયરલ વીડિયો આધારે ખોરાક શાખા વિભાગની કાર્યવાહી
  • શિવશક્તિ ફરસાણને રૂ.10 હજારનો દંડ ફટકારી દુકાન સીલ કરી

Vadodara News: વડોદરા (Vadodara) શહેરમાંથી ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને અખાદ્ય વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં શહેરની સુપ્રસિદ્ધ શિવશક્તિ ફરસાણ (Shiv Shakti Farsan) નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસામાંથી વંદો (Cockroach) નીકળ્યું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા એટલે કે ફૂડ વિભાગ (Food Department) તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે ગાઢ નિંદ્રામાંથી જાગીને શિવશક્તિ ફરસાણને રૂપિયા 10 હજારનો દંડ ફટકારીને દુકાનને સીલ (Shop Sealed) કરી દીધી છે. આ ઘટના બાદ ફૂડ સેફ્ટીને લઈને તંત્ર દ્વારા આખા શહેરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Vadodara ના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ

સમોસામાં વંદો (Cockroach) મળવાની આ ગંભીર ઘટના બાદ ફૂડ વિભાગની ટીમો દ્વારા વડોદરાના વિવિધ પોશ અને વ્યાપારિક વિસ્તારોમાં સઘન તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ફતેગંજ (Fatehgunj), વારસિયા (Warasiya), ઓપી રોડ (OP Road), ભાયલી (Bhayli), ખોડિયારનગર (Khodiyarnagar), સુભાનપુરા (Subhanpura) અને અકોટા (Akota) જેવા વિસ્તારોમાં આવેલી અનેક નાની-મોટી ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટ્સમાં ફૂડ ચેકિંગ (Food Checking) ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Advertisement

42 એકમો પર તપાસ અને 28 ખાદ્ય નમૂનાઓ લેવાયા

આ સપાટો બોલાવતા ફૂડ વિભાગે વડોદરા શહેરમાં કુલ 42 જેટલા અલગ-અલગ ફૂડ એકમો (Food Outlets) અને હોટલોમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ અને અખાદ્ય સામગ્રીની આશંકાને આધારે અલગ-અલગ જગ્યાએથી કુલ 28 જેટલા ખાદ્ય નમૂનાઓ (Food Samples) લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ સેમ્પલ્સમાં પનીર (Paneer), ઘી (Ghee), ચીઝ (Cheese) અને વિવિધ મસાલા (Spices) નો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરી ટેસ્ટિંગ (Laboratory Testing) માટે સરકારી લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

Advertisement

જાણીતી રેસ્ટોરન્ટ્સમાં ગંદકી બદલ દંડની વસૂલાત

આ વ્યાપક ડ્રાઈવ દરમિયાન માત્ર ફરસાણની દુકાનો જ નહીં, પરંતુ શહેરની જાણીતી રેસ્ટોરન્ટ્સ અને કાફે પણ તંત્રની રડારમાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન સુરતી ઢોસા (Surti Dhosa), ટ્રિનિટી કેફે (Trinity Cafe) અને ફ્લેવર રેસ્ટોરન્ટ (Flavor Restaurant) જેવી નામાંકિત જગ્યાઓ પર કિચનમાં ભારે ગંદકી (Unhygienic Conditions) જોવા મળી હતી. ફૂડ સેફ્ટી (Food Safety) ના નિયમોનો ભંગ કરવા અને સ્વચ્છતા ન જાળવવા બદલ તંત્ર દ્વારા આ તમામ રેસ્ટોરન્ટ્સ પાસેથી સ્થળ પર જ વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં કડક સુધારો કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Koba Jain Tirth Surya Tilak: આજે પ્રભુ મહાવીરનું સૂર્ય તિલક, 39 વર્ષથી 22 મેના રોજ બપોરે 2:07 વાગ્યે જ કેમ ઘટે છે આ ઘટના?

Tags :
Advertisement

.

×