Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં ધર્મના નામે લૂંટ! ભુવાજીની અંધશ્રદ્ધાની હાટડી પર પોલીસ ત્રાટકી, સમગ્ર પંથકમાં ચકચાર

વડોદરાના પાદરામાં અંધશ્રદ્ધાના નામે છેતરપિંડી આચરતા ઘનશ્યામ ભુવાજી પર પોલીસ અને જન વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા હતા. ભુવાજી પોલીસને જોઈને ફરાર થઈ ગયો છે, પરંતુ તેની 'દુકાન' નો પર્દાફાશ થયો છે. લોકોના ડરનો ફાયદો ઉઠાવી આર્થિક લૂંટ ચલાવતા આ શખ્સ અને તેના સાગરિતો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
vadodara માં ધર્મના નામે લૂંટ  ભુવાજીની અંધશ્રદ્ધાની હાટડી પર પોલીસ ત્રાટકી  સમગ્ર પંથકમાં ચકચાર
Advertisement
  • Vadodara ના પાદરામાં જન વિજ્ઞાન જાથાનો પોલીસ સાથે મોટો છાપો
  • રામનગરમાં ઘનશ્યામ ભુવાજીના ત્યાં પાડ્યા દરોડા
  • વિવાદિત ભુવાજી પકડાય તે પહેલાં સ્થળ પરથી ફરાર

Vadodara: વડોદરાના પાદરા (Padra) વિસ્તારમાં આવેલા રામનગરમાં અંધશ્રદ્ધા ફેલાવતા એક શખ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી જનતાને છેતરી રહેલા ઘનશ્યામ ભુવાજી (Ghanshyam Bhuvaji) ના અડ્ડા પર જન વિજ્ઞાન જાથા (Jan Vigyan Jatha) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને અંધશ્રદ્ધાના નામે ચાલતી કથિત 'દુકાન' પર તાળા વાગ્યા છે.

VADODARA_GujaratFirst 2

Advertisement

દરોડા પહેલાં ભુવાજી ફરાર

જન વિજ્ઞાન જાથાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો રામનગર સ્થિત ભુવાજીના નિવાસસ્થાને પહોંચ્યો, ત્યારે સ્થિતિ તંગ બની હતી. જોકે, પોલીસના આગમનની ભણક લાગતા જ વિવાદિત ઘનશ્યામ ભુવાજી પોલીસના સકંજામાં આવે તે પહેલાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે સઘન શોધખોળ શરૂ કરી છે અને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

VADODARA_GujaratFirst 22

લોકોને ખોટા પ્રલોભનો આપવામાં આવતા

દરોડા દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ભુવાજી લોકોને વિવિધ પ્રકારના ખોટા પ્રલોભનો આપીને છેતરતો હતો. દુઃખ-નિવારણ અને ચમત્કારોના નામે તે માસૂમ લોકોને શિકાર બનાવીને રૂપિયા પડાવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.  વિજ્ઞાન જાથાના મતે આ ભુવાજી ધર્મના નામે ડર બતાવી પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો.

મળતિયાઓ સામે કડક કાર્યવાહીની માગ

આ દરોડા બાદ સ્થાનિકો અને વિજ્ઞાન જાથા દ્વારા એવી માગ કરવામાં આવી છે કે માત્ર ભુવાજી જ નહીં, પરંતુ તેને આ કાળા કામમાં મદદ કરનારા તેના સાગરિતો (Accomplices) સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે.

આ પણ વાંચોઃ Kheda: ધારાસભ્ય Sanjaysinh Mahida દ્વારા 101 દીકરીઓના ચોથા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

Tags :
Advertisement

.

×