Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: પાદરામાં લવ જેહાદના ખોટા કેસનો ડર બતાવી PI એ માંગી લાખોની લાંચ

 Vadodara PI Bribe Cas:  વડોદરા (Vadodara)  ના પાદરા પોલીસ સ્ટેશનમાં ઝગડાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના આરોપીને પોલીસ ઈન્સ્પેક્ટર વી. એ. ચારણે (PI V.A. Charan) ડરાવવાનું શરૂ કર્યું હતું અને તેને લવ જેહાદના ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
vadodara  પાદરામાં લવ જેહાદના ખોટા કેસનો ડર બતાવી pi એ  માંગી લાખોની લાંચ
Advertisement
  • વડોદરા (Vadodara) ના પાદરામાં પીઆઈ લાંચ કેસ
  • ઝગડાના કેસને લવ જેહાદમાં બદલવાની ધમકી
  • લવ જેહાદના ખોટા કેસની ધમકી આપી PI એ માંગી 2 લાખની લાંચ
  • નિર્દોષને લવ જેહાદમાં ફસાવવા માંગતા પાદરાના PI પર ACB ની તરાપ
  • લાંચ લેતા વચેટિયાની ધરપકડ, PI ફરાર

 Vadodara PI Bribe Cas:  વડોદરા (Vadodara)  ના પાદરા પોલીસ સ્ટેશનમાં ઝગડાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના આરોપીને પોલીસ ઈન્સ્પેક્ટર વી. એ. ચારણે (PI V.A. Charan) ડરાવવાનું શરૂ કર્યું હતું અને તેને લવ જેહાદના ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

Vadodara ના પાદરામાં પીઆઈ લાંચ કેસ

લવ જેહાદના ખોટા કેસમાંથી બચવા માટે પીઆઈ વી. એ. ચારણે આરોપી પાસે રૂપિયા 6 લાખની મોટી રકમની માંગણી કરી હતી. સતત દબાણ અને રકઝક બાદ અંતે રૂપિયા 2 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

લાંચીયા અધિકારીને પકડવા એસીબીની ટ્રેપ

ભોગ બનનાર વ્યક્તિએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા (Trap) દરમિયાન, પીઆઈ વી. એ. ચારણ વતી સાજિદઅલી ગુલામરસીદ સૈયદ નામનો વ્યક્તિ લાંચની રકમ લેવા પહોંચ્યો હતો. પંચની (Witness) રૂબરૂમાં સાજિદઅલીએ 2 લાખની લાંચ સ્વીકારી હતી અને તે જ સમયે પીઆઈ સાથે ફોન પર વાત પણ કરી હતી.

પોલીસ અધિકારી ફરાર

એસીબીએ સાજિદઅલી સૈયદની રંગેહાથ ધરપકડ (Arrest) કરી છે. જોકે, ટ્રેપની ગંધ આવી જતાં પીઆઈ વી. એ. ચારણ સ્થળ પરથી ફરાર (Absconding) થઈ ગયા હતા. હાલ પોલીસ અને એસીબીની ટીમ ફરાર પીઆઈને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.

વહીવટી કાર્યવાહી

પોલીસ સ્ટેશનમાં ન્યાય આપવાને બદલે નિર્દોષને ફસાવવાની ધમકી આપી ભ્રષ્ટાચાર (Corruption) આચરનાર પીઆઈના આ કૃત્યથી સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. એસીબીએ સાજિદઅલી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  પોલીસને ઉંધા ચશ્મા પહેરાવવા વારંવાર બદલતો હતો નંબર પ્લેટ, પણ સુરત PCB ની નજરથી બચી શક્યો નહીં બુટલેગર

Tags :
Advertisement

.

×