Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara : પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત, પરિવારે લગાવ્યો આરોપ

Vadodara : વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ લોકઅપમાં સ્વેટરના દોરાથી આપઘાત કર્યો હોવાનો બનાવ નોંધાયો છે. ઘટનાને લઈ પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે પોલીસે FSL, CCTV ફૂટેજ અને પોસ્ટમોર્ટમના આધારે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
vadodara   પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત  પરિવારે લગાવ્યો આરોપ
Advertisement
  • પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત
  • સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો
  • પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી

Vadodara : ​વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીએ લોકઅપની અંદર જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે.

​ઘટનાની વિગત

​મૃતકની ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે, જેઓ વડોદરાના જીવન નગર વુડાના મકાનમાં રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રમેશભાઈની તેમની પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીને માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે BNS ની કલમ 176 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને કસ્ટડીમાં રાખ્યા હતા. ​રમેશભાઈએ લોકઅપની અંદર તેમણે પહેરેલા સ્વેટરના દોરાનો ઉપયોગ કરીને ફાંસો બનાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. લોકઅપ જેવા સુરક્ષિત ગણાતા સ્થળે આરોપીએ આ પગલું ક્યારે ભર્યું તે તપાસનો વિષય બન્યો છે.

Advertisement

Advertisement

લોકઅપમાં કેવી રીતે બની ઘટના?

DCP અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, રમેશભાઈની સાથે લોકઅપમાં અન્ય 3 આરોપીઓ પણ હાજર હતા. આજે વહેલી સવારે 6:00 થી 6:15 ના સુમારે રમેશભાઈ વોશરૂમ જવાના બહાને ગયા હતા. ત્યાં તેમણે પોતાના સ્વેટર (હૂડી) માં રહેલી દોરીનો ઉપયોગ કરીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે અન્ય કેદીઓ અને ફરજ પરના પોલીસ કર્મચારીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે તુરંત તપાસ કરતા ખબર પડી કે તેઓનું મૃત્યુ થઇ ચુક્યું છે.

​પરિવારના આક્ષેપો

આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. મૃતકની બહેન લક્ષ્મીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "ગઈકાલે સાંજે હું મારા ભાઈને જમવાનું આપવા આવી ત્યારે તે એકદમ સ્વસ્થ હતો. પોલીસે તેને પટ્ટે-પટ્ટે માર માર્યો છે અને તેના કારણે જ આ બન્યું છે." પરિવારે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને જવાબદારો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.

પોલીસનો બચાવ

DCP અભિષેક ગુપ્તાએ પરિવારના માર મારવાના આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં આ કિસ્સો માત્ર પારિવારિક ઝઘડાનો જ હતો અને પોલીસ દ્વારા કોઈ બળપ્રયોગ કરવામાં આવ્યો નથી. જો શરીર પર કોઈ ઈજાના નિશાન હશે તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જશે.

તપાસની દિશા

ઉલ્લેખનીય છે કે, ઘટનાની ગંભીરતા જોતા PI અલ્પેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસને પારદર્શક બનાવવા SDMની હાજરીમાં પંચનામું કરાશે, મૃતદેહને પેનલ ડોક્ટરો દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, લોકઅપના CCTV ફૂટેજની બારીક તપાસ થશે અને FSL ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરીને સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :  Surendranagar: જેલમાં કેદીએ કેમ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ? અગાઉ જેલના સિપાઈને આપી હતી ધમકી!

Tags :
Advertisement

.

×