Vadodara: BAMSના વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર, શું છે કારણ?
- Vadodara ની પાયોનિયર કોલેજમાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
- પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટે પગલુ ભર્યાનો આરોપ
- BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી લગાવી છલાંગ
Student Attempts Suicide in Vadodara: સંસ્કારી નગરી વડોદરા (Vadodara) માં આવેલી પાયોનિયર મેડિકલ કોલેજ (Pioneer Medical College) માં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં અભ્યાસ કરતા BAMS (Bachelor of Ayurvedic Medicine and Surgery) ના એક વિદ્યાર્થીએ પ્રોફેસરોના અસહ્ય માનસિક ત્રાસ (Mental Torture) થી કંટાળીને કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પસ અને શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ ગંભીર ઈજાઓ સાથે મોત સામે જંગ લડી રહ્યો છે.
Vadodara: જાતિવાદ અને માનસિક ઉત્પીડનનો ગંભીર આક્ષેપ
મળતી વિગતો અનુસાર ભોગ બનનાર વિદ્યાર્થીને કોલેજના બે પ્રોફેસરો (Professors) દ્વારા સતત ટાર્ગેટ કરવામાં આવતો હતો. આરોપ છે કે આ પ્રોફેસરો વિદ્યાર્થીની જાતિ પ્રત્યે ભેદભાવ (Caste-based Discrimination) રાખતા હતા અને તેને માનસિક રીતે તોડી પાડવા માટે અવારનવાર હેરાન કરતા હતા. આ ભેદભાવ અને સતત મળતા ત્રાસના કારણે વિદ્યાર્થી ભારે તણાવમાં હતો. અંતે, કોઈ વિકલ્પ ન દેખાતા તેણે કોલેજના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી.
Vadodara પોલીસે તપાસ હાથ ધરી
ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે તેને જૂનાગઢ (Junagadh) ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસ (Police) હરકતમાં આવી છે અને બે પ્રોફેસરો સામે એટ્રોસિટી એક્ટ (Atrocity Act) તેમજ આત્મહત્યા માટે ઉશ્કેરણી જેવી વિવિધ કલમો હેઠળ ગુનો (Complaint) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં વધતી જતી શૈક્ષણિક ગેરરીતિઓ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat) માં શિક્ષકો કે પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ આપવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ નડિયાદમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં 5 લોકો સામે ફરિયાદ થઈ છે. જો કે હજુ આ વિવાદ સમ્યો નથી ત્યારે વડોદરામાં આપઘાતના પ્રયાસની આ ઘટના બનતાં શિક્ષણ પ્રણાલી સામે અનેક સવાલો ઉભા થાય છે. પોલીસ હવે આ મામલે કોલેજના અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધી રહી છે.
આ પણ વાંચોઃ Nadiad માં એક મહિલા પ્રોફેસરની ધરપકડ બાદ આંદોલન સમેટાયું! 4 હજુ ફરાર
આ પણ વાંચોઃ Ahmedabad: નડિયાદની સ્કૂલના આચાર્ય અમદાવાદની હોટલમાંથી પકડાયા! મહિલાના ગંભીર આરોપ


