Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : નવાપુરામાંથી પ્રતિબંધિત ગોગો પેપર વેચનારને દબોચતી પોલીસ

ગતરોજ રાજ્ય સરકાર દ્વારા ગોગો પેપર સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે. તેનો ઉપયોગ ખોટી પ્રવૃત્તિઓમાં થતો હોવાથી સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય બાદ હવે સ્થાનિક પોલીસ ગોગો પેપરનું દૂષણ ડામવા માટે સક્રિય બની છે. આજે વડોદરા પોલીસ દ્વારા શહેરના નવાપુરા વિસ્તારમાં ગોગો પેપરનો જથ્થો રાખનાર ગીરીશ ભારવાની ત્યાં દરોડા પાડ્યા છે.
vadodara   નવાપુરામાંથી પ્રતિબંધિત ગોગો પેપર વેચનારને દબોચતી પોલીસ
Advertisement
  • વડોદરામાં પ્રતિબંધિત ગોગો પેપર વેચનારાઓ પર પોલીસની તવાઇ
  • ગતરોજ રાજ્ય સરકારે ગોગો પેપર સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે
  • આજે પેપર વેચનારાઓ વિરૂદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી છે

Vadodara : ગતરોજ રાજ્ય સરકાર દ્વારા ગોગો પેપર સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે. તે બાદ આજે વડોદરામાં ગોગો પેપરનું વેચાણ કરતા લોકોને ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં નવાપુરા વિસ્તારમાંથી ગીરીશ ભારવાની નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ દરોડામાં મોટી માત્રામાં ગોગો પેપરના બોક્સ જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીને કારણે અંદરખાને ગોગો પેપર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ વેચતા લોકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આરોપીની ધરપકડ કરીને આ મામલ ક્યાંથી લાવ્યો અને તેને લેનાલ શખ્સો કોણ સહિતની દિશામાં વધુ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

પોલીસે દરોડા પાડ્યા

ગતરોજ રાજ્ય સરકાર દ્વારા ગોગો પેપર સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે. તેનો ઉપયોગ ખોટી પ્રવૃત્તિઓમાં થતો હોવાથી સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય બાદ હવે સ્થાનિક પોલીસ ગોગો પેપરનું દૂષણ ડામવા માટે સક્રિય બની છે. આજે વડોદરા પોલીસ દ્વારા શહેરના નવાપુરા વિસ્તારમાં ગોગો પેપરનો જથ્થો રાખનાર ગીરીશ ભારવાની ત્યાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં પોલીસે અંદાજીત રૂ. 2 લાખથી વધુની કિંમતના ગોગો પેપરના 56 બોક્સ જપ્ત કર્યા છે. સાથે જ તેના વિરૂદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો

જે બાદ આરોપીને પોલીસ મથક લાવીને તે આ પેપર ક્યાંથી લાવ્યો, તેને લેનાલ શખ્સો કોણ હતા સહિતના પ્રશ્નોના જવાબો મેળવવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ગોગો પેપર (રોલિંગ પેપર) ને વિવિધ ગલ્લાઓ પર વેચતો હોવાનું હાલ તબક્કે જાણવા મળ્યું છે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો ------  Gandhinagar : કેબિનેટ બેઠકમાં ખાતર અને રવિ પાક પર વિસ્તૃત ચર્ચા : ખેડૂતોને વધુ ખાતર સપ્લાયની જાહેરાત

Tags :
Advertisement

.

×