Vadodara : નશામાં ચૂર કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
Vadodara : એક ઇસમે આવીને કહ્યું કે, તમારાથી કશું તુટવાનું નથી, બાદમાં તેણે બકવાસ શરૂ કર્યો હતો, બાદમાં તેમણે 100 નંબર પર ફોન કર્યો હતો
Advertisement
- સોસાયટીના રહીશે પોલીસ ફરિયાદ નોંધાવી
- નશામાં ધમાલ મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
- પોલીસ દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ
Vadodara : વડોદરા (Vadodara) માં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધવામાં આવી છે. વડોદરા જિલ્લામાં આવેલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા નશાની હાલતમાં સોસાયટીના રહીશો જોડે બબાલ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. જો કે, પહેલી ઘટનામાં પોલીસે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જે બાદ ફરી એક વખત ધમાલ મચાવવાની ઘટના સામે આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જેમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઘટના અંગેના વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલને બોલવાના અને ઉભા રહેવાના પણ હોશ ના હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તે વીડિયો લેનાર વ્યક્તિ પર વારે વારે આક્રોશિત થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવે છે. હવે આ મામલે પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.

