Vadodara: રસ્તા વચ્ચે ટ્રાફિક રોકી રિલ્સ બનાવવી ભારે પડી, પોલીસે ‘રિલબાજો’ને ભણાવ્યો કાયદાનો પાઠ
Vadodara: વડોદરાના લહેરીપુરા ગેટ પાસે જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને રીલ્સ બનાવવી યુવક-યુવતીઓને ભારે પડી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે 2 યુવકો અને 2 યુવતીઓની અટકાયત કરીને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે પકડતા જ રિલબાજ યુવકોએ પોતાની ભૂલ સ્વીકારીને જાહેર જનતા અને પોલીસની માફી માંગી છે.
Advertisement
Vadodara: સંસ્કારી નગરી વડોદરા (Vadodara) માં સોશિયલ મીડિયા (Social Media) પર સસ્તામાં પબ્લિસિટી મેળવવા અને લાઈક્સ-વ્યૂઝ વધારવાના ચક્કરમાં કાયદાના લીરેલીરા ઉડાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત અને ઐતિહાસિક એવા લહેરીપુરા ગેટ (Lahripura Gate) પાસે કેટલાક યુવક-યુવતીઓએ જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને રીલ્સ (Instagram Reels) બનાવી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ (Viral Video) થતાં જ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.

