Vadodara : રેન્જ રોવર કારના નશામાં ધૂત ચાલકે બાઇકને ટક્કર માર્યા બાદ પોલીસ જોડે માથાકુટ કરી
Vadodara : કાર ચાલક નશામાં હોવાનું સામે આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન, પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
Advertisement
- વડોદરામાં નશામાંં ધૂત રેન્જ રોવર ચાલકે પોલીસ જવાનો જોડે બબાલ કરી
- બાઇક ચાલકને ટક્કર માર્યા બાદ પોલીસે તેને રોક્યો હતો
- કાર ચાલક વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
Vadodara : ગત રાત્રે વડોદરા (Vadodara) શહેરના ભવાની સર્કલ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક લેન્ડ રોવર કારના (Range Rover Car Accident - Vadodara) ચાલકે પ્રથમ બાઇકને ટક્કર મારી હતી. ત્યાર બાદ નજીકમાં હાજર પોલીસ જવાનોએ તેને રોક્યો હતો. જે બાદ નશામાં ધૂત કાર ચાલકે પોલીસ જવાનો જોડે પણ રસ્તા પર જોર-જબરદસ્તી કરી હતી. બાદમાં અન્ય પોલીસ જવાનો આવતા માંડ તોફાન મચાવતા કાર ચાલકને અટકાવીને કારમાં બેસાડવામાં આવ્યો હતો. આ કાર ચાલકની અટકાયત કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર ચાલક નશામાં હોવાનું સામે આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન, પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર ચાલકની હરકતોને પગલે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા.

