Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : શું Iran-Israel યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? પેટ્રોલ એસોસિએશને આપી દીધો ફાઇનલ જવાબ

Vadodara : પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ (Iran-Israel War) વચ્ચે વધી રહેલા તણાવને પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે, ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશન (FGPDA) ના મતે, આ યુદ્ધની અસર ભારતના ઈંધણ બજાર (Fuel Market) પર નહિવત રહેશે.
vadodara   શું iran israel યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે  પેટ્રોલ એસોસિએશને આપી દીધો ફાઇનલ જવાબ
Advertisement
  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ (Iran-Israel War) વચ્ચે ભારત માટે રાહતના સમાચાર
  • પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: પેટ્રોલ એસોસિએશન
  • યુદ્ધની અસર ભારતના ઈંધણ બજાર પર નહીંવત રહેશે
  • દેશ પાસે 10 દિવસ ચાલે તેટલો ક્રૂડનો જથ્થો ઉપલબ્ધ
  • સરકારે અગાઉથી જ પૂરતા ક્રૂડ સ્ટોકની કરી છે વ્યવસ્થા
  • યુદ્ધ લાંબુ ચાલશે તો પણ ભાવમાં સામાન્ય વધારો જ થશે
  • અફવાઓથી દૂર રહી જનતાને ચિંતા ન કરવા કરાઈ અપીલ

Vadodara : પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ (Iran-Israel War) વચ્ચે વધી રહેલા તણાવને પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે, ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશન (FGPDA) ના મતે, આ યુદ્ધની અસર ભારતના ઈંધણ બજાર (Fuel Market) પર નહિવત રહેશે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ (Iran-Israel War) વચ્ચે ભારત માટે રાહતના સમાચાર

એસોસિએશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે (Mehul Patel) જણાવ્યું હતું કે, ભારત સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. હાલમાં દેશ પાસે આગામી 10 દિવસ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઈલનો જથ્થો (Crude Oil Inventory) ઉપલબ્ધ છે. સરકારે અગમચેતીના ભાગરૂપે અગાઉથી જ પૂરતા સ્ટોકની વ્યવસ્થા કરી હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી.

Advertisement

ભાવ વધારા અંગે સ્પષ્ટતા

મેહુલ પટેલે વધુમાં ઉમેર્યું કે, "જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Prices) માત્ર સામાન્ય વધારો જોવા મળી શકે છે. હાલમાં ભાવ વધવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે." તેમણે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ઈંધણના સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે. ભારત સરકારની મજબૂત આયાત નીતિ અને અનામત જથ્થાને કારણે ઈંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ પડશે નહીં.

Advertisement

આ પણ વાંચો :  Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી ! માર્ચ મહિનામાં દુનિયા પર તોળાતું સંકટ!

Tags :
Advertisement

.

×