Vadodara : દુષિત પાણીથી અકળાયેલા રહીશોનો ક્રોધ બન્યો જવાળામુખી , માટલા ફોડી કર્યો ઉગ્ર વિરોધ
- દુષિત પાણીથી અકળાયેલા રહીશોએ કર્યુ હલ્લાબોલ
- છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળે છે
- સ્થાનિકો એ માટલા ફોડી ઢોલ-નગારા વગાડી કર્યો વિરોધ
- કોર્પોરેશન હાય હાયના નારા પણ લગાવ્યા
Vadodara : શહેરના વોર્ડ નં. 11માં જય ગણેશ સહિત અનેક સોસાયટી અને રહીશી વિસ્તારો છે. આ વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે. પીવાના પાણીમાં ગટરનું પાણી (Polluted water) ભળી જતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વર્ષોની આ સમસ્યાથી કંટાળેલા રહીશોએ આજે ભારે વિરોધ નોંધાવ્યો છે. રહીશોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા. ઢોલ-નગારા વગાડી કોર્પોરેશનના બહેરા અધિકારીઓને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. મહિલાઓએ મોટી સંખ્યામાં માટલા ફોડી પોતાની સમસ્યાના સત્વરે ઉકેલ માટે માગણી કરી છે.
વર્ષોની સમસ્યા ઠેરની ઠેર
Vadodara જેવા શહેરમાં પીવાના પાણી જેવી પાયાની જરુરિયાત ન સંતોષી શકતી ઘટના ખરેખર નિંદનીય છે. વર્ષોથી આ સમસ્યા ઠેરની ઠેર છે. સ્થાનિક રહીશોએ આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા અનેક રજૂઆતો કરી છે. આ રજૂઆતોથી કોર્પોરેશનના રીઢા થઈ ગયેલા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. શહેરના વોર્ડ નં. 11માં રહેતા રહીશો પીવા માટે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. મજબૂર બનેલા લોકોનો રોષ આજે જ્વાળામુખી બનીને ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ રીતસરનું હલ્લાબોલ કરી દીધું છે.
આ પણ વાંચોઃ Ahmedabad : હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી નીકળી ગરોળી, ચકચાર મચી ગઈ
કોર્પોરેશનનો ઉગ્ર વિરોધ
વડોદરાના વોર્ડ. 11ના રહીશો વર્ષોથી પીવાના દુષિત પાણીની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા એટલી વકરી છે કે રહીશોને રોજે રોજે પીવાના પાણીના ટેન્કર મંગાવવા પડે છે. આ સમસ્યાથી પીડાતા રહીશો કોર્પોરેશન, કોર્પોરેટર અને લાગતા વળગતા અધિકારીઓને રજૂઆતો કરીને થાકી ગયા છે, કંટાળી ગયા છે. છતાં પણ આ રજૂઆતોનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી કે નથી આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો છે. આજે અકળાયેલા, કંટાળેલા રહીશોએ કોર્પોરેશનનો ઉગ્ર વિરોધ કર્યો છે. સ્થાનિકોએ ઢોલ-નગારા વગાડીને હાય હાયના નારા લગાવ્યા. ઉગ્ર થઈ ગયેલ મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ Surat ના 'એક છોટી સી લવ સ્ટોરી' કિસ્સામાં શિક્ષિકાને મળી ગર્ભપાતની મંજૂરી