Vadodara : સોસાયટીમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરતી કરજણ પોલીસ
Vadodara : જવાનને બાતમી મળી કે, ગ્રીન પાર્ક સોસાયટીમાં રસીદ પટેલ ગેરકાયદેસર રીતે મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરી રહ્યો છે
Advertisement
- કરજણ પોલીસે ગેરકાયદેસર ગેર રિફિલિંગ કૌભાંડ ઝડપ્યું
- ઘરમાં જ મોટી બોટલમાંથી નાની બોટલ ભરાતી હતી
- દરોડામાં ગેસના બોટલ, રિફિલિંગનો સામાન જપ્ત કરાયો
Vadodara : વડોદરા ગ્રામ્યમાં (Vadodara - Rural) આવતા કરજણ પોલીસ મથક (Karjan Police Station) વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો (Illegal Gam Refilling Scam - Karjan) પર્દાફાશ થયો છે. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કવોર્ડના જવાનોને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી 136 નંગ ગેસના બોટલ મળી આવ્યા છે. આરોપી વિરૂદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કલમો હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે ખોટું કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

