Vadodara: વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવેઃ બરોડા ડેરી ચેરમેન દિનેશ પટેલ
- Vadodara: બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel)ની સાધુ સંતોને વિનંતી
- વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવેઃ દિનેશભાઈ પટેલ
- હિંદુ સમાજને વ્યસનથી દૂર રાખવામાં સાધુ સંતોની ભૂમિકાઃ દિનેશભાઈ પટેલ
- સમાજને વ્યસનથી બચાવવાની જવાબદારી સાધુ સંતો લેઃ દિનેશભાઈ પટેલ
Vadodara:ગુજરાતમાં નશાના વ્યસનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel), જેઓ 'દિનુમામા' (Dinumama) તરીકે જાણીતા છે, તેમણે એક જાહેર મંચ પરથી અત્યંત સ્ફોટક નિવેદનો આપતાં ચર્ચામાં આવ્યા છે. તેમણે રાજ્યમાં નશા (Intoxication) ની ઉપલબ્ધતા અને વ્યસન મુક્તિ અંગે સાધુ-સંતોને અપિલ કરી છે.
Vadodara: સાધુ-સંતોની જવાબદારી પર ભાર
એક સામાજિક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા દિનેશભાઈ પટેલે "ગુજરાતના કયા ખૂણામાં દારૂ નથી મળતો?" તેવો સવાલ ઉઠાવી વ્યસન મુક્તિના અભિયાનમાં સાધુ-સંતોને આગળ આવવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે જો ગુજરાતના સાધુ-સંતો ઈચ્છે તો માત્ર એક જ મહિનામાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ કન્ટ્રોલ કરી શકે છે.
Vadodara : Baroda Dairy ના ચેરમેન દિનેશ પટેલની સાધુ સંતોને વિનંતી
વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવેઃ દિનુમામા
સાધુ સંતો ઈચ્છે તો દારૂ-ડ્રગ્સનું વેચાણ બંધ થાયઃ દિનુમામા
હિંદુ સમાજને વ્યસનથી દૂર રાખવામાં સાધુ સંતોની ભૂમિકાઃ દિનુમામા
સમાજને વ્યસનથી બચાવવાની જવાબદારી સાધુ સંતો લેઃ… pic.twitter.com/8nIXl9CCft— Gujarat First (@GujaratFirst) December 27, 2025
જ્યારે ચૂંટણી આવે છે...!
રાજકારણ અને ધર્મના મિશ્રણ પર કટાક્ષ કરતા દિનુમામાએ જણાવ્યું કે, "જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ 'હિન્દુ-હિન્દુ'ની વાતો થાય છે. જો આપણે ખરેખર હિન્દુ સમાજનું હિત ઈચ્છતા હોઈએ, તો સમાજને વ્યસનથી બચાવવાની જવાબદારી પણ ઉઠાવવી જોઈએ." દિનુમામાના આ નિવેદનથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. શાસક પક્ષના નેતા રહ્યા હોવા છતાં તેમણે વ્યવસ્થા સામે આંગળી ચીંધી છે. આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Surat: 'હું તો કહું છું હેલ્મેટ ન પહેરે તો ફૂલો જ આપો', જાણો નાયબ મુખ્યમંત્રીએ આવું કેમ કહ્યું?


