Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Accident: ડ્રાઈવરને ઝોકું આવ્યું અને બસ સીધી શિવ મંદિરમાં ઘુસી ગઈ!

Vadodara Accident: વડોદરા (Vadodara) ના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. પૂનમનગર (Poonamnagar) પાસે પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી કંપનીની બસ મંદિરના શેડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત ડ્રાઈવરને ઝોકું આવી જવાને કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
vadodara accident  ડ્રાઈવરને ઝોકું આવ્યું અને બસ સીધી શિવ મંદિરમાં ઘુસી ગઈ
Advertisement
  • Vadodara માં સમાના પૂનમનગર પાસે મંદિર સાથે બસ અથડાઈ
  • ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ બેકાબૂ બની હતી
  • ખાનગી કંપનીની બસ શિવ મંદિરના શેડ સાથે અથડાઈ
  • સદનસીબે મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

Vadodara Accident: વડોદરા (Vadodara) ના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. પૂનમનગર (Poonamnagar) પાસે પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી કંપનીની બસ મંદિરના શેડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત ડ્રાઈવરને ઝોકું આવી જવાને કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

Vadodara Sama accident news-Gujarat first2

Advertisement

Vadodara માં સમાના પૂનમનગર પાસે મંદિર સાથે બસ અથડાઈ

 વડોદરાના સમા (Sama) વિસ્તારમાં આવેલા પૂનમનગર પાસે આજે વહેલી સવારે ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક ખાનગી કંપનીની બસ સીધી શિવ મંદિરના શેડ સાથે જઈ અથડાઈ. અકસ્માત એટલો જોરદાર હતો કે મંદિરનો શેડ ધડાકાભેર તૂટી પડ્યો હતો. વહેલી સવારનો સમય હોવાથી મંદિરમાં કેટલાક ભક્તો પૂજા-અર્ચના કરી રહ્યા હતા, જેઓ આ અકસ્માત જોઈ હેબતાઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Vadodara Sama accident news-Gujarat first

ડ્રાઈવરને ઝોકું આવ્યું હતું

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના મોટા ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી ગયું હતું, જેના કારણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ મંદિરના શેડમાં ઘુસી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત બસને હટાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  Patan Accident News: ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×