Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં અસામાજિક તત્વોનો આતંક! હનુમાન મંદિરની ગૌશાળામાં કરી તોડફોડ

વડોદરાના સાવલી સ્થિત ખોખર ગામમાં હનુમાન મંદિરની ગૌશાળામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતા ચકચાર મચી છે. આ ઘટનાથી સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ પોલીસ પાસે દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
vadodara માં અસામાજિક તત્વોનો આતંક  હનુમાન મંદિરની ગૌશાળામાં કરી તોડફોડ
Advertisement
  • Vadodara ના સાવલીમાં અસામાજિક તત્વોનો આતંક
  • હનુમાન મંદિર સ્થિત ગૌશાળામાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ
  • પવિત્ર ગૌશાળાને નિશાન બનાવતા ભક્તોમાં ફેલાયો ભારે રોષ

Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં સ્થિત સુપ્રસિદ્ધ હનુમાન મંદિરની ગૌશાળાને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. મોડી રાત્રે ગૌશાળામાં ઘૂસીને તોડફોડ (Vandalism) કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સવારના સમયે જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સંત સમાજ અને સ્થાનિકોમાં આક્રોશ

ગૌશાળામાં થયેલી આ તોડફોડની ઘટનાને પગલે સંત સમાજ (Saint community) માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગૌમાતા અને ધાર્મિક લાગણી સાથે જોડાયેલા આ સ્થળ પર થયેલા હુમલાને સંતોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. સંતોનું કહેવું છે કે આવા કૃત્યો દ્વારા સમાજની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે વડોદરા જિલ્લામાં ધાર્મિક સ્થળો (Religious places) ની સુરક્ષા વધારવાની માંગણીએ જોર પકડ્યું છે.

Advertisement

કડક કાર્યવાહીની માગ

આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસ (Police) ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોની માગ છે કે આ ગુનામાં સામેલ તમામ દોષિતોને વહેલી તકે પકડી લેવામાં આવે અને તેમની સામે કડક કાયદાકીય એક્શન લેવામાં આવે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Bhavnagar: યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, તો સામા પક્ષે કરી મારામારીની ફરિયાદ

Tags :
Advertisement

.

×