Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: 'પાણી આપો પાણી આપો' ના પોકાર સાથે મહિલાઓએ માટલા ફોડ્યા

વડોદરાના જૂના સમલાયા ગામે છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ઉનાળાની ગરમીમાં મહિલાઓએ પંચાયત તંત્ર સામે માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી મહિલાઓએ રસ્તા રોકી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ મુદ્દે આવતીકાલે TDO કચેરીએ લેખિત રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
vadodara   પાણી આપો પાણી આપો  ના પોકાર સાથે મહિલાઓએ માટલા ફોડ્યા
Advertisement
  • Vadodara ના જૂના સમલાયા ગામે પાણી મુદ્દે હોબાળો
  • મહિલાઓએ પંચાયત તંત્ર સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ
  • પંચાયત તંત્ર સામે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરાયું

Vadodara: વડોદરા જિલ્લાના સાવલી (Savli) તાલુકાના જૂના સમલાયા (Juna Samalaya) ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા (Water Shortage) સર્જાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી ગામમાં પીવાનું પાણી ન આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં (Scorching Heat) જ્યારે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા મહિલાઓનો સંયમ ખૂટ્યો છે અને તેઓએ પંચાયત સામે મોરચો માંડ્યો છે.

માટલા ફોડી પંચાયત સામે પ્રદર્શન

પાણીના અભાવે રોષે ભરાયેલી મહિલાઓએ આજે પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી પંચાયત તંત્ર વિરુદ્ધ  'પાણી આપો પાણી આપો' ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રીતે માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.  ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચને અનેકવાર રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા પાણીના વિતરણ (Water Distribution) બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ઉનાળામાં સ્થિતિ વધુ કફોડી બની છે.

Advertisement

TDO ને લેખિત કરાશે રજૂઆત

સમલાયા ગામની મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે પાણીની સુવિધા (Facilities) પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહિલાઓએ આવતીકાલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરીએ જઈને લેખિતમાં રજૂઆત કરવાની જાહેરાત કરી છે. તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી સાથે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara માં ધર્મના નામે લૂંટ! ભુવાજીની અંધશ્રદ્ધાની હાટડી પર પોલીસ ત્રાટકી, સમગ્ર પંથકમાં ચકચાર

Tags :
Advertisement

.

×