Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara: નર્મદા કેનાલમાં ડૂબ્યા બે વિદ્યાર્થીઓ, સ્થાનિકોએ અન્ય બે મિત્રોને મોતના મુખમાંથી બચાવ્યા

Vadodara News: વડોદરાના શેરખી-ભીમપુરા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં નાહવા પડેલા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના ચાર વિદ્યાર્થીઓમાંથી બેના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. પાણીના તીવ્ર પ્રવાહમાં માંજલપુરના આયુષ જાદવ અને હરિપુરાના પ્રિતેશ ચૌહાણ તણાયા હતા, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી બચાવી લીધા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
vadodara  નર્મદા કેનાલમાં ડૂબ્યા બે વિદ્યાર્થીઓ  સ્થાનિકોએ અન્ય બે મિત્રોને મોતના મુખમાંથી બચાવ્યા
Advertisement

Vadodara News: વડોદરા (Vadodara) જિલ્લાના શેરખી-ભીમપુરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીંથી પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા પડેલા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના ચાર મિત્રોમાંથી બે વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી કરુણ મોત થયાં છે. કેનાલમાં પાણીનો પ્રવાહ તીવ્ર હોવાથી બે વિદ્યાર્થીઓ તણાઈ ગયા હતા. જોકે, સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી અન્ય બે વિદ્યાર્થીઓને કેનાલમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કેનાલમાંથી બંને વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×