Vadodara માં ફરી SMC નો સપાટો, રૂ. 51 લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત
- વડોદરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા
- અડધા કરોડ રૂપિયાની કિંમતનો પ્રોહીનો મુદ્દામાલ જપ્ત
- કાર્યવાહીમાં ચાર વિરૂદ્ધ ફરિયાદ, તમામ વોન્ટેડ
Vadodara : હાલ વડોદરા (Vadodara) સહિત દેશભરમાં ગણોશોત્સવ (Ganesh Charurthi - 2025) ચાલી રહ્યો છે. દરમિયાન વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ (Vadodara Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વચ્ચે આજે સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ની ટીમો દ્વારા વડોદરાના કપુરાઇ પોલીસ મથક (Kapurai Police Station - Vadodara) વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 51 લાખથી વધુનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીને પગલે શહેરમાં દારૂબંધીની અમલવારીને લઇને સવાલો ઉઠવા પામ્યા છે. અગાઉ જે પોલીસ મથક વિસ્તારોમાં સ્ટેટ મોનિયરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યાં બાદમાં પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે કોઇ કાર્યવાહી થાય છે કે કેમ, તેના પર સૌ કોઇની નજર રહેશે.
ચાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ
રાત્રે 12 વાગ્યે દિવસ બદલાતા સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા શહેરના કપુરાઇ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેસ્ટેરિયા હાઇટ્સ બિલ્ડીંગ નદજીક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં એસએમસીની ટીમોને મોટી સફળતા મળી છે. દરોડામાં રૂ. 44.93 લાખની આઇએમએફએલ ની બોટલો તથા એખ પીકઅપ વાહન મળી આવ્યું છે. તમામની કુલ કિંમત રૂ. 51 લાખથી વધુની આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં વડોદરામાં દારૂનો જથ્થો મેળવનાર, સપ્લાય કરનાર, વાહનનો ડ્રાઇવર અને માલિક મળીને કુલ ચાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે વડોદરામાં પ્રોહીબીશનની અમલવારી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
સ્થાનિક પોલીસનું નાક કપાયું
ઉપરોક્ત મામલે ચાર પૈકી એક પણ આરોપી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના હાથે લાગ્યો નથી. દરોડા બાદ વોન્ટેડ આરોપીઓને દબોચી લેવા, તેમજ દારૂનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડાને પગલે સ્થાનિક પોલીસનું નાક કપાયું છે. આ કાર્યવાહી બાદ કપુરાઇ પોલીસ મથકના કર્મચારીઓ-અધિકારીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી થાય છે કે કેમ, તે જોવું રહ્યું.
આ પણ વાંચો ----- Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો