Vadodara : જાહેરમાં જમાઈએ સસરા પર ધોકા વડે કર્યો જીવલેણ હુમલો, CCTV વાઇરલ
- સંસ્કારીનગરી વડોદરામાં વધુ એક અઘટિત ઘટના ઘટી (Vadodara)
- પત્નીથી ઝઘડો થતા જમાઈએ સસરા પર જાનલેવા હુમલો કર્યો
- માર મારતા સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
- સસરાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સંસ્કારી નગરી વડોદરામાંથી (Vadodara) વધુ એક અઘટિત ઘટના ઘટી છે, જેમાં જાહેર માર્ગ પર જમાઈ એ સસરા પર ધોકા વળે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જમાઇ પોતાનાં કેટલાક મિત્રો સાથે આવ્યો હતો અને સસરા પર હુમલો કર્યો હતો. ઝઘડો થયા બાદ પત્ની પીયરમાંથી પરત ન આવતા જમાઈએ સસરા પર હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઇજાગ્રસ્ત સસરાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Surat માં કરોડોના હીરાની છેતરપિંડીના કેસમાં ફરાર દલાલ ઝડપાયો
પત્નીથી ઝઘડો થતા જમાઈએ સસરા પર જાનલેવા હુમલો કર્યો
વડોદરામાંથી (Vadodara) ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, જમાઈ ધવલ ઠક્કરે તેનાં મિત્રો સાથે મળીને સસરા જગદીશ ઠક્કર પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જાહેર માર્ગ પર જમાઈએ સસરા પર આ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે ધવલ ઠક્કર કેટલાક યુવકો સાથે આવે છે અને જાહેરમાં સસરા પર ધોકા વડે તૂટી પડે છે. જમાઈનાં હુમલાથી સસરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક અઘટિત ઘટના ઘટી
પત્નીથી ઝઘડો થતા જમાઈએ સસરા પર જાનલેવા હુમલો કર્યો
સમગ્ર ઘટનાના માર મારતા સીસીટીવી ફુટેજ આવ્યા સામે
જમાઇ ધવલ ઠક્કર અને તેના મિત્રોએ કર્યો જાનલેવા હુમલો
દીકરી પિયરમાંથી પરત ન આવતા જમાઈ વિફર્યો હતો#Gujarat #Vadodara #Crime #CCTV… pic.twitter.com/QJ0b61muIk— Gujarat First (@GujaratFirst) May 27, 2025
આ પણ વાંચો - કરોડોના રોકાણની વાતો કરી વિધવા મહિલાનો આર્થિક-શારીરિક ગેરફાયદો ઉઠાવનાર ઠગ ઝડપાયો
સસરાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત સસરા જગદીશ ઠક્કરને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝઘડો થયા બાદ પત્ની ઘણા સમયથી પીયરે હોવાથી અને પરત ન ફરતા પતિ ઇશ્કેરાયો હતો અને સસરા પર જીવલેણ હુમલો કર્યો હતો. જો કે, હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં જાણી શકાશે.
આ પણ વાંચો - Porbandar : કુતિયાણા ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન પચાવી પાડવાની અરજી મામલે નવો વળાંક