Vadodara : સિગ્મા યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્તરની 'IAP INSPIRE 1.0' નું 3 દિવસીય સફળ આયોજન સંપન્ન
Vadodara : સિગ્મા યુનિવર્સિટી ખાતે ચાલતા સિગ્મા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ (Sigma Institute of Nursing) દ્વારા સેન્ટ્રલ ઇન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ શાખા, તથા ઇન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP), બરોડા શાખાના સંયોજન દ્વારા “IAP INSPIRE 1.0” રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું સફળ આયોજન 22, 23 અને 24 મે 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઑફલાઇન કાર્યક્રમ તા. 24-05-2026 ના રોજ સિગ્મા યુનિવર્સિટી, ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.
“IAP INSPIRE 1.0” કાર્યક્રમ IAP 2026 ના પ્રમુખ ડૉ. નીલમ મોહન દ્વારા IAP PRESIDENTIAL ACTION PLAN 2026 અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું ડિઝાઇનિંગ મુંબઈના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. જેસલ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં ડૉ. જેસલ શેઠ, ડૉ. મંદાર જામદાર, ડૉ. સમીરશાહ, ડૉ. જીગેનશાહ, ડૉ. અફસાના પટેલ, ડૉ. પૂજા પટેલ, ડૉ. પરેશ મજમુદાર, ડૉ. કર્ણિકા ઉપાધ્યાય તથા ડૉ. મલ્લિકા વોરા ફેકલ્ટી તરીકે જોડાયા હતા અને કાર્યક્રમને સફળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
વર્કશોપની શરૂઆત 22 અને 23 મે 2026 ના રોજ બે દિવસીય વ્યાપક ઓનલાઇન શૈક્ષણિક સત્રોથી થઈ હતી, જેમાં બાળરોગ નર્સિંગ સંભાળ સંબંધિત મહત્ત્વપૂર્ણ વિષયો જેમ કે દવા સલામતી, ચેપ નિયંત્રણ, દર્દી સલામતી, બાળરોગ સ્કોરિંગ સિસ્ટમ, ગંભીર રીતે બીમાર બાળકની ઓળખ, કટોકટીમાં નર્સિંગ મેનેજમેન્ટ, એનાફિલેક્સિસ, સાધનોની સલામતી, દસ્તાવેજીકરણ તથા વોર્ડ પ્રક્રિયાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Vadodara ની સિગ્મા યુનિ. માં ઑફલાઇન હેન્ડ્સ-ઓન વર્કશોપ યોજાયો
ત્યાર બાદ તા. 24 મે 2026 ના રોજ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સિગ્મા યુનિવર્સિટી (Sigma University), વડોદરા (Vadodara) ખાતે સઘન ઑફલાઇન હેન્ડ્સ-ઓન વર્કશોપ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોના આશરે 120 નર્સિંગ પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વર્કશોપનો મુખ્ય હેતું નર્સિંગ સ્ટાફમાં નીચે મુજબની મહત્ત્વપૂર્ણ કુશળતાઓ મજબૂત બનાવવાનો હતો :
* ગંભીર રીતે બીમાર બાળકોની પ્રારંભિક ઓળખ
* સમયસર બાળ પુનર્જીવન (Resuscitation)
* સ્ટ્રક્ચર્ડ એસ્કેલેશન અને અસરકારક કોમ્યુનિકેશન
* ઇમર્જન્સી રિસ્પોન્સ અને સ્ટેબિલાઇઝેશન કૌશલ્ય
વર્કશોપ દરમિયાન ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ, કોમ્યુનિકેશન ગેમ્સ, સ્કિલ સ્ટેશન, કેસ આધારિત ચર્ચાઓ, હેન્ડ્સ-ઓન પ્રોસિજર તાલીમ અને સિમ્યુલેશન આધારિત શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાર વિશિષ્ટ વર્કસ્ટેશન મારફતે પ્રતિનિધિઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી :
* બાળરોગ ઇન્જેક્ટેબલ્સ અને બ્લડસેમ્પલિંગ
* ડ્રેઇન્સ, ટ્યુબ અને લાઇન્સ
* શ્વસન તકલીફ અને શ્વસન નિષ્ફળતાની ઓળખ તથા પ્રાથમિક વ્યવસ્થાપન
* ડિહાઇડ્રેશન અને શોકની ઓળખ તથા વ્યવસ્થાપન
આ ઉપરાંત કોડબ્લુ પ્રતિભાવ, ઇલેક્ટ્રોલાઇટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ ટીમ ડાયનેમિક્સ તથા અસરકારક માતા-પિતા સંચાર જેવા વિષયો પર વિશેષ સત્રો યોજાયા હતા, જે પ્રતિનિધિઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયા હતા. કાર્યક્રમની વ્યવહારુ ઉપયોગિતા, સુવ્યવસ્થિત તાલીમ પદ્ધતિ તથા દર્દી સલામતી અને ટીમ વર્ક પર આપવામાં આવેલા વિશેષ ભાર માટે પ્રતિનિધિઓએ ખૂબ પ્રશંસા વ્યક્ત કરી હતી. આ પહેલ IAP દ્વારા બાળરોગ નર્સિંગ સ્ટાફને પ્રમાણિત જ્ઞાન અને જીવન રક્ષક ક્લિનિકલ કુશળતાઓથી સશક્ત બનાવવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. વર્કશોપનો સમાપન પોસ્ટ-ટેસ્ટ મૂલ્યાંકન, પ્રતિસાદ સત્ર તથા ફેકલ્ટી ડિબ્રીફિંગ સાથે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. “IAP INSPIRE 1.0” એ પોતાનાવિઝન—“કૌશલ્યોમાં વધારો, જીવન બચાવો અને વધુ સારી સંભાળ આપો”— ને સાચા અર્થમાં સાકાર કર્યું છે.
આ પણ વાંચો - સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: ગુજરાતમાં લાગુ થશે 'Work From Home'?


