Vadodara News : તાંદલજામાં બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા
Vadodara News : વડોદરામાં વધુ એક વખત જૂથ અથડામણની ઘટના સામે આવી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બે જૂથો વચ્ચે કોઈ બાબતે તકરાર થતા મામલો ગરમાયો હતો અને એકાએક અથડામણ (Clash) શરૂ થઈ ગઈ હતી.
એક જ પક્ષના 2 જૂથ વચ્ચે અથડામણ
ઉલ્લેખનીય છે કે મારામારી દરમિયાન એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલી આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો
જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે SOG હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને કયા કારણોસર આ મારામારી થઈ તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના ?
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક જ પક્ષના 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. 2 પક્ષ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. એક જ પક્ષના 2 જૂથ વચ્ચે કેમ મારામારી થઈ હતી તેનું કારણ અકબંધ છે.
આ પણ વાંચો : Vadodara : સિગ્મા યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્તરની 'IAP INSPIRE 1.0' નું 3 દિવસીય સફળ આયોજન સંપન્ન


