Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: દિવાલ તોડી મકાનના આંગણામાં ઘૂસી ગાડી, MGVCLના કર્મચારીઓ ઘટનાસ્થળેથી ફરાર!

વડોદરાના તરસાલી વિસ્તારમાં બંસલ મોલસામે MGVCL ની ગાડીના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર કૂદાવી મકાનની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ 4 કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મકરપુરા પોલીસે (Makarpura Police) નુકસાની અંગે તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
vadodara  દિવાલ તોડી મકાનના આંગણામાં ઘૂસી ગાડી  mgvclના કર્મચારીઓ ઘટનાસ્થળેથી ફરાર
Advertisement
  • Vadodara MGVCL Car Accident: બંસલ મોલ સામે અકસ્માત
  • MGVCLની ગાડીએ ડ્રાઈવર કાબૂ ગુમાવતા ડિવાઈડર ચડી
  • ગાડી રહેણાંક મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસીતા ભારે નુકસાન 

Vadodara MGVCL Car Accident: વડોદરા શહેરના તરસાલી (Tarsali) વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. તરસાલી રોડ પર આવેલા પ્રખ્યાત બંસલ મોલ (Bansal Mall) ની સામેના ભાગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની એક ગાડીના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બેકાબૂ બનેલી ગાડીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.

Vadodara MGVCL Car Accident: ગાડીની ટક્કરે પાકી દિવાલ તૂટી પડી

મળતી જાણકારી અનુસાર MGVCL ની ડ્રાઈવરે  એકાએક કાબૂ ગુમાવતા ગાડી રોડ વચ્ચેના ડિવાઈડર (Divider) પર ચઢી ગઈ હતી અને સામેની બાજુએ આવેલા એક રહેણાંક મકાનની કમ્પાઉન્ડ દીવાલ (Compound Wall) સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મકાનની પાકી દીવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી અને ગાડી સીધી મકાનના આંગણામાં ઘૂસી ગઈ હતી. સદનસીબે, અકસ્માત સમયે આંગણામાં કે દીવાલ પાસે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Advertisement

Advertisement

Vadodara MGVCL Car Accident: અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે

આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેકાબૂ બનેલી સરકારી ગાડી રસ્તા પરથી સીધી મકાનમાં ઘૂસે છે.

આ પણ વાંચોઃ Bhavnagar: ચિત્રા GIDCમાં JK Tyre ના ગોડાઉનમાં ભીષણ આગ, 11 ફાયર ફાઇટરોની લેવાઈ મદદ

MGVCL ના 4 કર્મચારીઓ સ્થળ પરથી ફરાર

આ અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે, અકસ્માત સર્જાયા બાદ ગાડીમાં સવાર MGVCL ના 4 કર્મચારીઓ લોકો ભેગા થાય તે પહેલા જ ગાડી મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હોવાની માહિતી મળી રહી છે. સરકારી વિભાગની ગાડી હોવા છતાં જવાબદારી સ્વીકારવાને બદલે કર્મચારીઓનું આ રીતે ફરાર થઈ જવું એ ચર્ચાનો વિષય બન્યો છે. મકાન માલિક દ્વારા આ બાબતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, કારણ કે તેમના મકાનના કમ્પાઉન્ડને (Compound) ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.

મકરપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ (Makarpura Police Station) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત ગાડીને મકાનમાંથી બહાર કાઢી હતી. હાલમાં મકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ફરાર કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Vadodara: BAMSના વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર, શું છે કારણ?

Tags :
Advertisement

.

×