Vadodara: M.S.University આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિ શ્રીલંકા મોકલાશે
- Vadodara: શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે
- ભગવાન બુદ્ધના અસ્થિ 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે
- ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરાયું છે આયોજન
Vadodara: ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરામાં સચવાયા છે. જેમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિ હવે શ્રીલંકા મોકલાશે. શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે. જેમાં 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે. તથા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુષ્પાંજલિ આપી ભગવાન બુદ્ધના અસ્થિ રવાના કરશે. તેમજ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય આયોજન દ્વારા કરાયું છે.
કોલંબોમાં યોજાનારા એક પ્રદર્શનમાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાનારા એક પ્રદર્શનમાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે. આ પ્રદર્શનનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શ્રીલંકાની સરકારના સહયોગથી થઈ રહ્યું છે. શ્રીલંકામાં બહુમતી લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે ત્યારે ભારતની પ્રાચીન અને ભવ્ય બૌદ્ધ પરંપરાની ઝલક ત્યાંના લોકોને મળે તે માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે.
Vadodara: તા.4 થી 11 ફેબ્રુઆરી સુધી પ્રદર્શનમાં આ અસ્થિને મૂકવામાં આવશે
આજ રોજ અસ્થિ જેમાં સચવાયેલા છે તે પાત્રને આર્કિઓલોજી ડિપાર્ટમેન્ટના મ્યુઝિયમમાંથી એરપોર્ટ સુધી સન્માન સાથે લઈ જવાશે. અસ્થિને વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી કોલંબો લઈ જવામાં આવશે. સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓ તેમજ બૌદ્ધ ધર્મગુરુની સાથે આર્કિઓલોજી વિભાગના ચાર અધ્યાપકો પણ કોલંબો જશે. તથા તા.4 થી 11 ફેબ્રુઆરી સુધી પ્રદર્શનમાં આ અસ્થિને મૂકવામાં આવશે.
ભગવાન બુદ્ધના અસ્થિ આર્કિઓલોજી વિભાગના મ્યુઝિયમની બહાર જશે
યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, ભગવાન બુદ્ધના અસ્થિ આર્કિઓલોજી વિભાગના મ્યુઝિયમની બહાર જશે. આ અસ્થિ જ્યારથી મળ્યા છે ત્યારથી તેને આર્કિઓલોજી વિભાગમાં જ સાચવીને રાખવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી અસ્થિને મોકલવા માટે ફેકલ્ટી સત્તાધીશો અને સ્થાનિક તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં AMC ફૂડ વિભાગની ફૂડ એકમો સામે કડક કાર્યવાહી


