Vadodara : 3 વર્ષ અગાઉ બ્રિજ તૂટવાની આપી હતી ચેતવણી, અસુરક્ષિત જીવન અને ખામીયુક્ત સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ
- આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો
- 5 જેટલા વાહનો બ્રિજ તૂટવાથી અંદર પડ્યા છે
- 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી : ઋષિકેશ પટેલ
- મુખ્ય ઇજનરે અને બ્રિજ એકપર્ટને ઘટના સ્થળે મોકલ્યા છે - માર્ગ અને મકાન વિભાગના સચિવ
Vadodara : આજે આણંદ અને પાદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. જો કે આ જર્જરિત બ્રિજના સમારકામ અંગે 22 ઓગષ્ટ 2022ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જે ધ્યાને ન લેવાતા આ દુર્ઘટના ઘટી છે. 3 અગાઉ ગંભીરા બ્રિજના સમારકામ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રએ સમયસર પગલાં ન ભર્યા અને આજે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં 9 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે.
વારંવાર થતી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર કોણ ?
ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટનાઓ, ખાસ કરીને જર્જરિત બ્રિજની ઘટનાઓ, એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. શા માટે આવી લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચાલુ રહે છે? સરકાર નાગરિકો પાસેથી નિયમિત ટેક્સ વસૂલે છે, પરંતુ જ્યારે વાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુરક્ષાની આવે છે, ત્યારે નબળી ગુણવત્તા અને અધિકારીઓની ઉદાસીનતા સામે આવે છે. આવી ઘટનાઓ માનવ જીવનની કિંમતને નજરઅંદાજ કરે છે, જ્યાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબ વર્ગ, નબળી વ્યવસ્થાનો ભોગ બને છે. અધિકારીઓ અને નેતાઓ એ.સી. ઓફિસોમાં બેસીને ચર્ચાઓ કરે છે, પરંતુ નક્કર પગલાંનો અભાવ દેખાય છે. આ ઘટનાઓ દુઃખ અને ગુસ્સો ઉભો કરે છે, કારણ કે ટેક્સના નામે લોકો પોતાનું યોગદાન આપે છે, પરંતુ બદલામાં તેમને મળે છે અસુરક્ષિત જીવન અને ખામીયુક્ત સુવિધાઓ. આવી પરિસ્થિતિ સરકારી તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનું પરિણામ છે, જેનો ભોગ સામાન્ય માનવી બની રહ્યો છે. અધિકારીઓ ક્યારે આવી દુર્ઘટનાઓનો અંત લાવવાનો પ્રયત્ન કરતા જોવા મળશે આ એક મોટો સવાલ છે.