Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દંડની પહોંચ વગર જ પતાવી દીધો ખેલ! વડોદરા ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો

Vadodara Traffic Police: વડોદરાના જેતલપુર રોડ પર ટ્રાફિક પોલીસ કર્મચારી કારનું લોક ખોલવા માટે દંડ વગર લાંચ લેતાં કેમેરામાં ઝડપાઈ ગયો છે. ટોઇંગ વાહનના કર્મચારીએ લોક કરેલી કારના માલિક પાસેથી લાંચ લઈ લોક ખોલી આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.
દંડની પહોંચ વગર જ પતાવી દીધો ખેલ  વડોદરા ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો
Advertisement
Vadodara Traffic Police: સંસ્કારી નગરી વડોદરામાં ટ્રાફિક પોલીસની કામગીરી અને શિસ્ત સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રાફિક નિયમોના પાલનની જવાબદારી જેના શિરે છે તેવા ટ્રાફિક પોલીસના (Traffic Police) એક કર્મચારીનો જાહેરમાં લાંચ (Bribe) લેતો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. રસ્તા પર પાર્ક કરેલી કારનું લોક ખોલવાના બદલે વાહન ચાલક પાસેથી દંડની સત્તાવાર પહોંચ આપવાના બદલે સીધી લાંચ સ્વીકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જેતલપુર રોડ પરની ઘટના કેમેરામાં કેદ

મળતી માહિતી મુજબ, આ ચર્ચાસ્પદ વીડિયો વડોદરા શહેરના અત્યંત ધમધમતા જેતલપુર રોડ (Jetalpur Road) પરનો હોવાનું સામે આવ્યું છે. જેતલપુર રોડ પર નો-પાર્કિંગ અથવા ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલી એક કારને ટ્રાફિક શાખાના ટોઇંગ વાહનના (Towing Vehicle) કર્મચારીઓ દ્વારા વ્હીલ લોક મારી દેવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાર માલિક ત્યાં પહોંચ્યો હતો અને લોક ખોલવા માટે રજૂઆત કરી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ

આ વીડિયો સોશિયલ મીડિયાના (Social Media) વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ (Viral Video) થતાં જ વડોદરા પોલીસ તંત્રની (Vadodara Police) ભારે ફજેતી થઈ રહી છે. નેટિઝન્સ અને સામાન્ય નાગરિકો ટ્રાફિક પોલીસની આ પ્રકારની હલકી કામગીરી પર ભારે ફિટકાર વર્સાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ વડોદરા ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને વીડિયોમાં દેખાતા કર્મચારી સામે શિસ્તભંગના કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: દંડની પહોંચ વગર જ પતાવી દીધો ખેલ! વડોદરા ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો

Tags :
Advertisement

.

×