ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara: શહેરમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો, સ્થાનિકોમાં ચકચાર

ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની જયુ ગોહિલ અને ધોરણ 12 કોમર્સના વિવેક ભોઈએ આપઘાત કર્યો
03:54 PM Jan 10, 2025 IST | SANJAY
ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની જયુ ગોહિલ અને ધોરણ 12 કોમર્સના વિવેક ભોઈએ આપઘાત કર્યો
Vadodara @ Gujarat First

Vadodara: વડોદરામાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. જેમાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. વાંકાનેરની સાર્વજનિક હાઈસ્કુલમાં બન્ને ભણતા હતા. જેમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની જયુ ગોહિલ અને ધોરણ 12 કોમર્સના વિવેક ભોઈએ આપઘાત કર્યો છે. નદીમાં બંનેની શોધખોળ ચાલુ છે. તેમજ પરિવાર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

હાલ મહીસાગર નદીમાં બંને વિદ્યાર્થીઓની શોધ કરાઇ રહી છે

વાંકાનેર ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં બંને વિદ્યાર્થીઓ ભણતા હતા. જેમાં જયુ બેન લાલજીભાઈ ગોહિલ ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અને વિવેક સોમાભાઈ ભોઈ રેહવાશી નામિશરા ગામ ધોરણ 12 કોમર્સ માં ભણતો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલ મહીસાગર નદીમાં બંને વિદ્યાર્થીઓની શોધ કરાઇ રહી છે. તેમજ મહીસાગારમાં ઝંપલાવવાનું કારણ અકબંધ છે. પરિવાર ઘટના સ્થળે પહોચ્યો છે.

એકલવાયા જીવનથી કંટાળીને પરમે ગળા ફાંસો ખાઇ લીધો

અગાઉ શહેરના અટલાદરામાં માતાના અવસાન પછી એકલવાયું લાગતા ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ અટલાદરા રોડ પર એલ્ટ્રોન બ્લૂમાં રહેતો પરમ સમીરભાઇ પટેલ ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા અલકાપુરીમાં નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની માતાનું અવસાન થયું હતું. તેની બહેન કેનેડામાં અભ્યાસ કરે છે. વડોદરામાં પરમ તેના પિતા સાથે રહેતો હતો. સવારે તેના પિતા નોકરી પર જતા રહ્યા હતા. સવારે 11 વાગ્યે આર.ઓ. રિપેર કરવા માટે કારીગર આવ્યો હતો. કારીગર ગયા પછી પરમ દરવાજો બંધ કરીને અંદર જતો રહ્યો હતો. તેના પિતાને ખબર હતી કે, પરમને એકલું લાગે છે. જેથી,તેઓ દર બે કલાકે પુત્રને કોલ કરતા હતા.

બપોરે પુત્રે ફોન રિસિવ નહીં કરતા તેમણે પાડોશીને ઘરે જઇને તપાસ કરવા કહ્યું

બપોરે પુત્રે ફોન રિસિવ નહીં કરતા તેમણે પાડોશીને ઘરે જઇને તપાસ કરવા કહ્યું હતું. પાડોશીએ ઘરે જઇને દરવાજો ખખડાવતા પરમે દરવાજો ખોલ્યો નહતો. જેથી,પાડોશીએ સમીરભાઇને જણાવ્યું કે, કંઇક અજુગતુ લાગે છે. તમે ઘરે આવી જાવ. જેથી, સમીરભાઇ ઘરે આવ્યા હતા. દરવાજો ખોલીને અંદર જઇને જોયું તો પરમે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા પરમે લખેલી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આ બાબતે કોઇ જવાબદાર નથી. પપ્પા હું તમને પ્રાઉડ ફિલ ના કરાવી શક્યો. મને માફ કરજો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, એકલવાયા જીવનથી કંટાળીને પરમે ગળા ફાંસો ખાઇ લીધો હતો.

આ પણ વાંચો: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી

Tags :
GujaratGujarat First VadodaraGujarat NewsGujarati NewsGujarati Top NewsstudentTop Gujarati News
Next Article