vadodara: પાવાગઢ પ્રવાસે ગયેલા બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, 20 કલાકથી શોધખોળમાં છતા પણ પત્તો નહીં
- વડોદરાથી (Vadodara) પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકોમાંથી બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા
- કેનાલમાં ડૂબ્યાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો, છતાં બંને શિક્ષકોનો કોઈ પત્તો નહીં
- ગુમ થયેલા બંને શિક્ષકો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી
- શુભમ પાઠક સારો તરવૈયો હોવા છતાં નર્મદા કેનાલમાં ડૂબ્યા
- બંને શિક્ષકો વડોદરાની ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા હતા
- તરતા ન આવડતું હોવાથી બે મિત્રોએ આંખ સામે મિત્રો ગુમાવ્યા
- હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા બોટની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ
- જરોદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ
Vadodara: વડોદરાની ખાનગી શાળામાં ફરજ બજાવતા ચાર મિત્ર શિક્ષકો પાવાગઢના પ્રવાસે ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે જરોડ પાસે નર્મદા કેનાલ કિનારે પગ ધોવા ઊતર્યા ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ. રાહુલ યાદવ પગ ધોતા લપસી પડ્યા અને કેનાલના પ્રવાહમાં તણાઈ ગયા. તેમને બચાવવા ગયેલા શુભમ પાઠક પણ પાણીમાં ખેંચાઈ ગયા અને બંને ડૂબી ગયા. આ ઘટનાને20 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી.
પાવાગઢના પ્રવાસે ગયેલા Vadodara ના શિક્ષકો ડૂબ્યા
ગુમ થયેલા બંને શિક્ષકો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. શુભમ પાઠક સારા તરવૈયા હોવા છતાં કેનાલના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બંને અંદાજે 100 મીટર સુધી તણાયા બાદ પાણીમાં ગરકાવ થયા. તરતા ન આવડતું હોવાથી બાકીના બે મિત્રોએ આંખ સામે મિત્રોને ગુમાવતા ભારે શોકમાં છે. આ ઘટનાથી તેમને એટલો આઘાત લાગ્યો છે કે, તેઓ બોલી ન શકે તેવી સ્થિતિમાં છે.
20 કલાકથી કરવામાં આવી રહી છે શોધખોળ
આ ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગતરોજ અંધારું થઈ જતાં કામગીરી અટકાવવી પડી હતી, પરંતુ આજે સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલતો જરોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધ્યો છે.ઘટનાની જાણ થતાં બંને શિક્ષકોના પરિવારજનો ઉત્તર પ્રદેશથી વડોદરા તરફ રવાના થયા છે.
આ પણ વાંચો: Surendranagar જમીન કૌભાંડમાં લાંચના ભાગીદારોના નામ ખુલ્યા! કલેક્ટર પછી અન્ય અધિકારીઓ પર લટકતી તલવાર!


