Vadodara: વડોદરા કે 'ભુવા-દરા'?, વગર વરસાદે શહેરના રસ્તામાં પડ્યો મસમોટો ખાડો!
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર ભુવા (Sinkholes) પડવાની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના જ્યુપિટર ચાર રસ્તા (Jupiter Crossroads) પાસે ફરી એકવાર મોટો ભુવો પડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ (Public Anger) જોવા મળી રહ્યો છે.
Advertisement
- Vadodara: વડોદરાના રસ્તામાં પડ્યો ભુવો
- વગર વરસાદે ખાડો પડતા તંત્ર સામે લોકોમાં આક્રોશ
- જ્યુપિટર ચાર રસ્તા પાસે કુવા જેવો મસમોટો ભુવો
- વાહનચાલકોએ તંત્ર સામે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો
Vadodara: વડોદરામાં રસ્તાઓની બિસ્માર હાલત અને વારંવાર પડતા ભુવાઓ હવે નાગરિકો માટે માથાનો દુખાવો (Headache) બની ગયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જ્યુપિટર ચાર રસ્તા (Jupiter crossroads) પાસે અચાનક જમીન બેસી જતા કુવા (Well) જેવો ઊંડો ભુવો પડ્યો છે.

