Vadodara: VMCમાં કામગીરી સુધારવા કમિશનરનો એક્શન પ્લાન, 16 એન્જિનિયરો સહિત અધિકારીઓને નોટિસ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરીને લઈને હવે જવાબદારી નક્કી કરવાનો તબક્કો શરૂ થયો છે. રિવ્યુ બેઠક બાદ અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થતાં તંત્રમાં હલચલ જોવા મળી છે. એન્જિનિયરોથી લઈને સફાઈ વ્યવસ્થા અને વોર્ડ સ્તરની કામગીરી સુધી કમિશનરની નજર છે.
Advertisement
VMC Commissioner Action Plan: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)માં નાગરિક સેવાઓ અને મેદાની કામગીરીને વધુ અસરકારક બનાવવા કમિશનરે હવે કડક વલણ અપનાવ્યું છે. કામગીરીની સમીક્ષા (Review Meeting) દરમિયાન અધિકારીઓને કામમાં જરૂરી સુધારા કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સાથે જ કામગીરીમાં ખામી સામે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

