Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara VMC Election Petition: વોર્ડ 1 ના પરિણામ સામે કોર્ટમાં પિટિશન દાખલ, 17 પક્ષકારોને નોટિસ

Vadodara VMC Election Petition: વડોદરા (Vadodara) મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આ મામલો અદાલતના દ્વારે પહોંચ્યો છે. વોર્ડ નંબર 1 ના પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના નેતા અમી રાવતે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
vadodara vmc election petition  વોર્ડ 1 ના પરિણામ સામે કોર્ટમાં પિટિશન દાખલ  17 પક્ષકારોને નોટિસ
Advertisement
  • Vadodara મનપાની ચૂંટણી મામલે કોર્ટમાં પીટીશન
  • વોર્ડ 1માં રિકાઉન્ટિંગ માટે અમી રાવતે કરી માગ
  • ચૂંટણી અધિકારીએ પત્રકમાં ચેડા કર્યાનો ગંભીર આક્ષેપ
  • અમી રાવત વિજેતા હોવા છતાં પરિણામ બદલાયું
  • કોર્ટે ચૂંટણી કમિશનર અને કલેક્ટરને પાઠવી નોટીસ
  • કુલ 17 સામાવાળા પક્ષકારોને કોર્ટે નોટીસ આપી

Vadodara VMC Election Petition: વડોદરા (Vadodara) મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આ મામલો અદાલતના દ્વારે પહોંચ્યો છે. વોર્ડ નંબર 1 ના પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના નેતા અમી રાવતે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

Vadodara મનપાની ચૂંટણી મામલે કોર્ટમાં પીટીશન

અમી રાવતે પોતાની પિટિશનમાં ચૂંટણી અધિકારી પર સીધો નિશાન સાધતા જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારીએ પત્રકમાં જાણી જોઈને ચેડાં કર્યા છે. પિટિશનમાં કરાયેલા દાવા મુજબ શરૂઆતના સત્તાવાર આંકડાઓ મુજબ અમી રાવત વિજેતા જાહેર થયા હતા. આરોપ છે કે ત્યારબાદ ચૂંટણી અધિકારીએ પરિણામના પત્રકમાં ફેરફાર કરીને પરિણામ બદલી નાખ્યું હતું.

Advertisement

Vadodara VMC Election Petition- Gujarat first news1

Advertisement

રિકાઉન્ટિંગની માંગ

અમી રાવતે ન્યાયની અપેક્ષા સાથે વોર્ડ નંબર 1 માં ફરીથી મતોની ગણતરી (Recounting) કરવાની મજબૂત માગ કરી છે.

અદાલતની કડક કાર્યવાહી

આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજે આકરાં પગલાં લીધાં છે. કોર્ટે આ કેસમાં રાજ્ય ચૂંટણી કમિશનર (State Election Commissioner), જિલ્લા કલેક્ટર અને સંબંધિત ચૂંટણી અધિકારી સહિત કુલ 17 સામાવાળા પક્ષકારોને નોટિસ ફટકારી છે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને કારણે આ કેસ હવે વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: CM Bhupendrabhai Patel ના હસ્તે ગોધાવીમાં શ્રી શ્રી રવિ શંકર વિદ્યામંદિરનું ભૂમિ પૂજન

Tags :
Advertisement

.

×