Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : મનપાનાં શાસકોએ ફરીવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું! જાણીને તમને પણ આશ્ચર્ય થશે!

ભયાનક પૂરનાં કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને જનજીવન પ્રભાવિત થયું હતું.
vadodara   મનપાનાં શાસકોએ ફરીવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું  જાણીને તમને પણ આશ્ચર્ય થશે
Advertisement
  1. Vadodara મનપાનાં શાસકોએ ફરીવાર ફૂક્યું બુદ્ધિનું દેવાળું!
  2. જ્યાં પાણી જ નથી ભરાતું ત્યાં પાણી નિકાલની કામગીરી!
  3. કારેલીબાગનાં આર્યકન્યા રોડ પર લાઈન નખાઈ રહી છે.

વડોદરામાં (Vadodara) આ વર્ષે આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોનાં મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. ભયાનક પૂરનાં કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને જનજીવન પ્રભાવિત થયું હતું. વડોદરામાં પૂર (Floods in Vadodara) આવ્યા બાદ ફરી એવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય કામગીરી કરવા માટે સરકાર દ્વારા વડોદરા તંત્રને સૂચન આપવામાં આવ્યું છે. પરંતુ, વડોદરા મહાનગર પાલિકાનાં (VMC) શાસકો બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય તેવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) કેમેરામાં કેદ થયા છે.

જ્યાં પાણી જ નથી ભરાતા ત્યાં નિકાલની કામગીરી!

વડોદરાનાં કારેલીબાગ આર્યકન્યા રોડ (Karelibagh Aryakanya Road) વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાણીનાં નિકાલ માટે લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે ઊંડા ખાડા પણ ખોદવામાં આવ્યા છે. પરંતુ, એવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં પાણીનાં નિકાલ માટે પાઈપલાઇન નંખાઈ રહી છે, ત્યાં ક્યારે પાણી ભરાયા જ નથી. અત્યાર સુધીનાં પૂરમાં પણ ક્યારેય પાણી નથી ભરાયાં તેવા વિસ્તારમાં પાઇપલાઈન નાખવામાં આવી રહી છે. અધિકારીઓએ કયાં સરવેનાં આધારે કામ કરાવી રહ્યા છે તે એક મોટો સવાલ ઊભો થયો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - VADODARA : પૂરમાં પાણી નથી ભરાયા ત્યાં વરસાદી કાંસ બનાવવા તંત્ર તત્પર બન્યું

મનપાનાં અધિકારીઓની આ કામગીરી સામે અનેક સવાલ

વડોદરામાં (Vadodara) કારેલીબાગ આર્યકન્યા રોડ-ભૂતડીઝાંપા વિસ્તાર ઊંચાણ પર આવેલો છે, અને આ સ્થળે વિતેલાં 50 વર્ષોમાં ગમે તેટલો વરસાદ અથવા પૂરની પરિસ્થિતી સર્જાઈ હોય તેમ છતાં પણ ક્યારે પાણી ભરાયા નથી. અહિંયા, આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી ટકતું નથી અને તુરંત તેનો નિકાલ થઈ જતો હોય છે. પરંતુ, વડોદરા મનપા (VMC) દ્વારા અહીં, લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી, મનપાનાં અધિકારીઓની આ કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સાથે જ એવાં પણ આરોપ થઈ રહ્યા છે કે, કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનાં પ્રાથમિક ઉદ્દેશ્યથી વરસાદી કાંસ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - VADODARA : સમારકામ બાદ પણ મચ્છીપીઠમાં પાણીની લાઇનમાંથી ફૂવારા ચાલુ

મપનાનાં શાસકોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! સવાલ તો પૂછાશે...

> અધિકારીઓએ કયાં સરવેનાં આધારે નિકાલની કામગીરી શરૂ કરાવી ?
> કયાં અધિકારીએ કોણે લાભ આપવા માટે આ કામની ડિઝાઈન કરાવી ?
> સાહેબો, જનતાનાં રૂપિયાને આમ ક્યાં સુધી વેડફશો ?
> માત્ર રૂપિયાની લ્હાયમાં ક્યાં સુધી આડેધડ કામ કરશો ?
> પાણી જ નથી ભરાતું તો લાઈનની શું જરૂર ?

આ પણ વાંચો - VADODARA : સામુહિક દુષકર્મના આરોપીનો પોલીસ કસ્ટડીમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ

Tags :
Advertisement

.

×