Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara ના વાઘોડિયામાં જોખમી મુસાફરી, પોલીસથી બચવા વાહન ચાલકોએ રૂટ બદલ્યા

વડોદરાના વાઘોડિયામાં કાયદાના રક્ષકોને થાપ આપીને ખાનગી વાહન ચાલકો મોતના સોદાગર બની રહ્યા છે. નિમેટા અને ડોમેક્સ ચોકડી જેવા વિસ્તારોમાં વાહનોની છત પર સામાન અને માણસોના જે દ્રશ્યો દેખાયા છે, તે કંપારી છૂટી જાય તેવા છે. આ વાયરલ વીડિયો પાછળની ચોંકાવનારી હકીકત જાણવા જેવી છે. પોલીસ વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરશે કે કેમ તે જોવુ રહ્યું
vadodara ના વાઘોડિયામાં જોખમી મુસાફરી  પોલીસથી બચવા વાહન ચાલકોએ રૂટ બદલ્યા
Advertisement
  • Vadodara ના વાઘોડિયામાં જોખમી સવારી: છત પર લટકતા જીવ!
  • વાઘોડિયા અને નિમેટા રોડ પર જોખમી વાહનોની અવરજવરનો વીડિયો વાયરલ
  • પોલીસ ચેકિંગથી બચવા વાહન ચાલકોએ ગલીઓ અને અંદરના રૂટ બદલ્યા
  • એસ.ટી. ડેપો પાસે વાહનોની છત પર બાઈકો અને સામાનના ડુંગરો દેખાયા
  • ડોમેક્સ ચોકડી પાસે જીવના જોખમે શ્રમિકોને બેસાડી થતી મુસાફરી કેદ થઈ
  • વધુ કમાણીની લાલચમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના સરેઆમ લીરેલીરા

વડોદરા (Vadodara) શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં વાઘોડિયા (Waghodia) વિસ્તારમાં જોખમી મુસાફરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. વધુ કમાણી કરવાની લાલચમાં વાહન ચાલકો નિર્દોષ શ્રમિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસથી બચવા જુદા રૂટ બદલ્યા

મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ અને નિમેટા (Nimeta) રોડ પરથી પસાર થતા જોખમી વાહન ચાલકોએ પોલીસની પકડમાંથી બચવા માટે રૂટ બદલી નાખ્યા હતા. મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા કરવામાં આવતી ચેકિંગની કાર્યવાહીથી બચવા માટે ચાલકો અન્ય ગૌણ રસ્તાઓ પરથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા. એસ.ટી. ડેપો (ST Depot) પાસે તો વાહનોની છત પર બાઈકો લટકતી હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા.

Advertisement

Advertisement

Vadodara માં મોતના મુખમાં મુસાફરી

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ડોમેક્સ ચોકડી (Domex Chakli) પાસે જીવના જોખમે મુસાફરી કરતા લોકોની ભીડ જામી હતી. વાહનોની છત પર માત્ર સામાનના ડુંગરો જ નહીં, પરંતુ તેના પર શ્રમિકો (Labourers) પણ બેઠેલા જોવા મળ્યા હતા. આ પ્રકારની મુસાફરી કોઈપણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શ્રમિકોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે ખાનગી વાહન ચાલકો ક્ષમતા કરતા વધુ પેસેન્જર અને સામાન ભરે છે.

સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડ્યા

જાહેર માર્ગો પર શિષ્ટાચાર અને સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડતા આ દ્રશ્યોએ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. શું પોલીસ આવા બેદરકાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટી જાનહાનિની રાહ જોવામાં આવશે? તે જોવું રહ્યું.

આ પણ વાંચો: MP : છિંદવાડામાં દર્દનાક ઘટના, બેકાબુ બસનો અકસ્માત, 10 ના મોત અનેક લોકો ઘાયલ

Tags :
Advertisement

.

×