Vadodara : કારેલીબાગમાં ટેન્કરની અડફેટે માસુમ બાળકનું મોત, લોકોમાં રોષ
- કારેલીબાગમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી
- પાણીના ટેન્કરની અડફેટે 5 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો
- પરિવારના આક્રંદને પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું
- પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે
Vadodara : વડોદરામાં પોલીસના ગમે તેટલા પ્રયાસો છતાં અકસ્માતની ઘટનાઓમાં જોઇએ તેવો કાબુ મેળવી શકાયો નથી. આજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટેન્કરની અડફેટે 5 વર્ષના નિર્દોષ બાળકે જીમ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ઘટનાને પગલે પરિજનોના આક્રંદને પગલે માહોલ ગમગીન બન્યો હતો. અને બેફામ રસ્તા પર યમરાજ બનીને ફરજા મોટા વાહનો વિરૂદ્ધ રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.
આ પણ વાંચો ------- DJ બંધ તો શું હવે દારૂ ગાળવાનો? Thakor Samaj ના નવા બંધારણ મુદ્દે વિવાદ વકર્યો!
લોહીલુહાણ દેહ જોઇને કાળજા કાંપી ઉઠ્યા
વડોદરા શહેરના કારેલીબાગમાં આવેલી પાણીની ટાંકીની નજીકનો વિસ્તાર સતત વાહનોથી ધમધમતો રહે છે. આજે સવારે પાણીનું ટેન્કર લઇ જતા ચાલકની ગફલતના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષનું બાળક વાહનની અપફેેટે આવ્યું હતું. અને ત્યાર બાદ તે ટેન્કરની નીચે આવી ગયું હતું. ઘટનામાં બાળકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બાળકનું લોહીલુહાણ હાલતમાં શરીર જોઇને લોકોના કાળજા કાંપી ઉઠ્યા હતા.
લોકોમાં ભારે રોષની લાગણી
ઘટના અંગે જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા પરિજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને પોતાનું વ્હાલસોયું ગુમાવવાના કારણે તેમના આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો. આ ઘટના બાદ બેફામ ઝડપે રસ્તા પર યમરાજ બનીને દોડતા વાહન ચાલકો વિરૂદ્ધ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આવા તત્વો બીજા કોઇને જીવ લે તે પહેલા જ તંત્ર દ્વારા તેમને ડામવા માટે અસરકારક કામગીરી કરવી જોઇએ, તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો ------- Jamnagar: તમે જે પાણી પીવો છો તે શુદ્ધ છે? જામનગરના આ બે પ્લાન્ટમાં મળી ગંદકી!


