Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: ફેમસ થવાની ઘેલછામાં યુવકે ચાલુ કારની છત પર બેસી કર્યા સ્ટંટ!, જુઓ

Vadodara ના ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે એક યુવકે ચાલુ કારની છત પર બેસીને જીવલેણ સ્ટંટ કર્યા હતા. કાર ચાલકે પણ જાહેર રસ્તા પર વાંકી-ચૂકી કાર ચલાવી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. ફેમસ થવાની લ્હાયમાં કરાયેલા આ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
vadodara  ફેમસ થવાની ઘેલછામાં યુવકે ચાલુ કારની છત પર બેસી કર્યા સ્ટંટ   જુઓ
Advertisement
  • Vadodara  ના ગોત્રી પ્રિયા સિનેમા પાસેનો વીડિયો થયો વાયરલ
  • ચાલુ કારની ઉપર બેસીને સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાયરલ
  • કાર ચાલકે પણ વાંકી-ચૂકી કાર ચલાવીને સ્ટંટ કર્યા
  • ફેમસ થવાની ઘેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો
  • અન્ય વાહનચાલકે યુવકની આ કરતૂતનો વીડિયો બનાવ્યો

Vadodara Viral Video: સંસ્કારી નગરી વડોદરા (Vadodara) માં હાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવાનો કઈ હદે જઈ શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાસેનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ (viral) થઈ રહ્યો છે, જેમાં એક યુવક જાહેર રસ્તા પર ચાલુ કારની ઉપર બેસીને જીવલેણ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રી રોડ (Gotri Road) પર આવેલી પ્રિયા સિનેમા નજીકથી પસાર થતી એક કાર પર સ્ટંટ (Stunt) કરતો યુવક દેખાઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર પૂરઝડપે દોડી રહી છે અને યુવક કોઈ પણ જાતના ડર વગર કારની છત પર બેઠો છે. માત્ર એટલું જ નહીં, કાર ચલાવી રહેલો ચાલક પણ આ જોખમી રમતમાં સામેલ હોય તેમ જણાય છે. તે રસ્તા પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે પોતાની કારને વાંકી-ચૂકી ચલાવી રહ્યો હતો. કારની આ અસ્થિર મૂવમેન્ટને કારણે છત પર બેઠેલા યુવકનું સંતુલન બગડી શકતું હતું અને તે નીચે પટકાઈ શકતો હતો.

Advertisement

Advertisement

અન્ય વાહનચાલકો માટે જોખમ!

જાહેર રોડ પર આ પ્રકારે સ્ટંટ કરવાથી માત્ર સ્ટંટબાજોનો જીવ જ જોખમમાં નથી મુકાતો, પરંતુ અન્ય નિર્દોષ વાહનચાલકો માટે પણ અકસ્માતનું જોખમ ઊભું થાય છે. આ અગાઉ પણ વડોદરામાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

Vadodara: પોલીસ કાર્યવાહીની માંગ

હાલ આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે વડોદરા ટ્રાફિક પોલીસ આ કારનો નંબર ટ્રેસ કરીને યુવક અને કાર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે. 'રીલ્સ' બનાવવાની ઘેલછામાં યુવા પેઢી જે રીતે જોખમી માર્ગે વળી રહી છે, તે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.

 આ પણ વાંચોઃ Vadodara માં બની ભારતની સૌથી મોટી સોલર કૂકિંગ સિસ્ટમ!, ખર્ચ શૂન્ય અને કામ અનેક! જાણો

Tags :
Advertisement

.

×