હની ટ્રેપમાં ફસાયેલા વડોદરાના યુવકે કર્યો આપઘાત, સાડા ચાર લાખ ગુમાવ્યા બાદ પણ નહોતો મળ્યો છૂટકારો
કેહવાય છે ને કે પ્રેમ ( Love)આંધળો હોય છે ત્યારે આ કહેવત આંધળા પ્રેમે વડોદરાના એક વેપારીની આંખો હંમેશા માટે બંધ કરી દીધી છે. વડોદરાના વેપારીએ એક વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કર્યો અને બદલામાં તેને મોત મળ્યું છે.વડોદરા શહેરના જુની આરટીઓ ઓફિસ પાસે રહેતા મયુર નાનજીભાઇ પટેલને ફતેપુરા મારવાડીના ડેલામાં રહેતા દરવેશ સલીમ મલેકની પત્ની સલમા સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ પતિ દરવેશને થતાં àª
12:58 PM Oct 20, 2022 IST
|
Vipul Pandya
કેહવાય છે ને કે પ્રેમ ( Love)આંધળો હોય છે ત્યારે આ કહેવત આંધળા પ્રેમે વડોદરાના એક વેપારીની આંખો હંમેશા માટે બંધ કરી દીધી છે. વડોદરાના વેપારીએ એક વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કર્યો અને બદલામાં તેને મોત મળ્યું છે.
વડોદરા શહેરના જુની આરટીઓ ઓફિસ પાસે રહેતા મયુર નાનજીભાઇ પટેલને ફતેપુરા મારવાડીના ડેલામાં રહેતા દરવેશ સલીમ મલેકની પત્ની સલમા સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ પતિ દરવેશને થતાં તેને મયુરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને આશરે સાડા ચાર લાખ રૂપિયા પડાવ્યા હતાં.આટલેથી ન અટકતા દરવેશ હજી પણ વધુ રકમની માંગણી કરતો અને મયુરને કોઈને કોઈ રીતે માનસિક ત્રાસ આપતો જેથી જ તેના ત્રાસથી કંટાળી જઇ યુવા વેપારી મયુરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
આશાસ્પદ યુવા વેપારી મયુરે અચાનક આપઘાત કરી લેતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા મૃત્યુ અંગે તપાસ કરતા મયુર હની ટ્રેપનો શિકાર થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી મયુર પટેલનાં પિતાએ સમગ્ર મામલાની જાણ સિટી પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેથી સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેકટર K.N લાઠીયા દ્વારા સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.પોલીસ તપાસમાં વેપારીના આપધાત પાછળ પ્રેમ પ્રકરણમાં થતું બ્લેકમેઇલિંગ સામે આવ્યું હતું.જેથી જ સિટી પોલીસ દ્વારા વેપારીને આપધાત માટે મજબૂર કરનાર પ્રેમિકા સલમા મલેકના પતિ દરવેશ મલેક ની ધરપકડ કરવામાં આવી હતી. અને ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે દરવેશ મલેક દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી મયુર પટેલને બદનામ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને અત્યાર સુધી પત્ની સાથે આડા સબંધના નામે ધમકી આપી 4.50 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. જેથી પોલીસે દરવેશ મલેકની ધરપકડ કરી તેની પાસેથી રોકડ સહિત ઘાતક હથિયાર કબ્જે કર્યું છે.વેપારીને આપઘાત માટે મજબૂર કરનાર દરવેશ ને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ પોલીસ દ્વારા મૃતક મયુર પટેલ સાથે પ્રેમ સબંધ રાખનાર દરવેશની પત્ની સલમા મલેકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Next Article