આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi), કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર (Manohar Lal Khattar) સહિતના અનેક વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વૈશ્વિક ભાગીદારીના પ્રતીક સમાન જાપાન (Japan), રવાન્ડા (Rwanda), યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને યુક્રેનના (Ukraine) ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળો પણ ખાસ હાજર રહ્યા છે. આ પરિષદ મુખ્યત્વે પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન (Investment Promotion) અને વૈશ્વિક નેટવર્કિંગ મજબૂત કરવા માટેનું એક સશક્ત માધ્યમ સાબિત થશે.
સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી અને મલ્ટી-સેક્ટર ઇનોવેશન પર વિશેષ ફોકસ
આ વર્ષની કોન્ફરન્સમાં ભવિષ્યના ઉદ્યોગો અને તકનીકી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં (VGRC) સેમિકન્ડક્ટર્સ (Semiconductors), ઇલેક્ટ્રોનિક્સ (Electronics), આઇટી (IT) અને આઇટીઇએસ (ITeS) જેવા હાઇ-ટેક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત, બાયોટેકનોલોજી (Biotech), ફાર્માસ્યુટિકલ્સ (Pharmaceuticals), એરોસ્પેસ અને સંરક્ષણ (Aerospace and Defense) જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પરંપરાગત અને આધુનિક ઉદ્યોગોના સમન્વય તરીકે ફિનટેક (Fintech), ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ (Auto and Auto Components) તેમજ ડેરી અને ફૂડ પ્રોસેસિંગ (Dairy and Food Processing) સેક્ટર પર પણ ચર્ચા હાથ ધરાશે. શિક્ષણ (Education), કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ (Chemicals and Petrochemicals) ક્ષેત્રે નવા કરારો થવાની સંભાવના છે. પર્યાવરણની જાળવણી માટે ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ (Green Energy Ecosystem), યુવાનો માટે કૌશલ્ય વિકાસ (Skill Development), નવા સાહસો માટે સ્ટાર્ટઅપ્સ (Startups), તેમજ એમએસએમઈ (MSME) અને પ્રવાસન (Tourism) સેક્ટરમાં મોટા પાયે મૂડીરોકાણ લાવવા માટે પ્રોત્સાહક નીતિઓ રજૂ કરવામાં આવી છે.
ગુજરાત વૈશ્વિક અર્થવ્યવસ્થાની મજબૂત આધારશીલા: નેતાઓનું સંબોધન
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે (Manohar Lal Khattar) જણાવ્યું હતું કે, "આજે દેશ અને દુનિયામાં ગુજરાત એક રોલ મોડેલ એટલે કે વિકાસ મોડેલ (Development Model) તરીકે ઓળખાય છે. વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) અભિયાનના કારણે રાજ્યને વિશ્વ નકશા પર એક અનોખી અને ગૌરવશાળી ઓળખ મળી છે. આ પરિષદો દેશની મજબૂત અર્થવ્યવસ્થાની (Economy) એક મોટી આધારશીલા સમાન છે."
મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્રભાઇ પટેલે પોતાના પ્રબોધનમાં જણાવ્યું કે, "વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનું (Narendra Modi) વૈશ્વિક ગુજરાતનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. તેમણે ગુજરાતની પ્રગતિને નવી ઊંચાઈ આપી છે. દેશમાં ચાલી રહેલા 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) અભિયાનનો સૌથી મોટો ફાયદો ગુજરાતના ઉદ્યોગોને મળ્યો છે." ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ (Harsh Sanghavi) ઉમેર્યું હતું કે, "વડાપ્રધાનના (PM) વિઝનરી નેતૃત્વના લીધે જ વિશ્વભરના અગ્રણી રોકાણકારો (Investors) આજે વેપાર માટે ગુજરાતને પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે."
આ પણ વાંચો: Kandla Mega Demolition: ગાંધીનગરથી છૂટ્યો આદેશ, કચ્છના સંવેદનશીલ વિસ્તારમાં તંત્રનું મેગા ડિમોલિશન