Vadodara Viral Video: જોખમી સ્ટંટ અને અશ્લીલ હરકતો કરનાર બુલેટ ચાલક ઝડપાયો
- સંસ્કારી નગરી Vadodara માં મર્યાદાના લીરેલીરા ઉડ્યા
- છાણી રોડ પર કપલની બિભસ્ત હરકતોનો વીડિયો વાયરલ
- ચાલુ બુલેટ પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
- યુવતી ટાંકી પર બેસી મોબાઈલમાં વીડિયો ઉતારતી
Vadodara Viral Video: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા (Vadodara) શહેરમાં મર્યાદાના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. વડોદરાના છાણી રોડ પર આવેલા TP-13 વિસ્તારમાં એક કપલ દ્વારા ચાલુ બુલેટ પર અત્યંત જોખમી અને બિભત્સ હરકતો કરવામાં આવી હતી, જેનો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે.
સંસ્કારી નગરી Vadodara માં મર્યાદાના લીરેલીરા ઉડ્યા
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બુલેટ ચાલક યુવક ટ્રાફિક વચ્ચે પુરપાટ ઝડપે બાઈક હંકારી રહ્યો છે અને એક યુવતી બુલેટની ટાંકી પર તેની સામે મોઢું રાખીને બેઠેલી છે. આટલું જ નહીં, યુવતી આ જોખમી હાલતમાં મોબાઈલમાં વીડિયો પણ ઉતારી રહી હતી. જાહેરમાં કરવામાં આવેલી આ અશ્લીલ અને છાટકાગિરી જેવી હરકતો અન્ય વાહનચાલકોના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
તા-૦૩/૦૫/૨૦૨૬ ના રોજ TNN ન્યુઝ ગજુરાતી ઉપર વાયરલ થયેલ વિડીયો આધારે
બાઇક પર સ્ટન્ટ કરતા બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદાનું ભાન કરવામાં આવેલ @dgpgujarat @GujaratPolice#vadodaracitypolice #vadodarapolice #safety #protection #patrolling #crime #arrested #detained pic.twitter.com/MEYelwrvM3— Vadodara City Police (@Vadcitypolice) May 4, 2026
પોલીસે બુલેટ ચાલક યુવકની હાલ અટકાયત કરી
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ફતેગંજ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી બુલેટના નંબર પરથી ચાલક યુવકની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી છે. જાહેરમાં ન્યૂસન્સ ફેલાવવા અને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ પોલીસ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
Vadodara Viral Video : સંસ્કારી નગરી વડોદરામાં મર્યાદાના લીરેલીરા ઉડ્યા
છાણી રોડ પર કપલની બિભસ્ત હરકતો વાયરલ
ચાલુ બુલેટ પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
યુવતી ટાંકી પર બેસી મોબાઈલમાં વીડિયો ઉતારતી
જાહેરમાં કપલની જોખમી હરકતો કેમેરામાં કેદ થઈ
ફતેગંજ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ… pic.twitter.com/H9vXZMQDSy— Gujarat First (@GujaratFirst) May 5, 2026
આ પણ વાંચો: Vadodara Crime: ઝાડીઓમાંથી ચાદરમાં લપેટેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યારાઓની શોધખોળ શરૂ


