Yusuf Pathan Resignation Rumors : શું યુસુફ પઠાણ આપશે રાજીનામું? તૃણમૂલ કોંગ્રેસના સાંસદે પોતે જ આપ્યો જવાબ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણે તેમના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર મોટો ખુલાસો કર્યો છે. પઠાણે સ્પષ્ટ કર્યું છે કે પક્ષના વડા મમતા બેનર્જી કે અન્ય કોઈ નેતાએ તેમની પાસે રાજીનામું માંગ્યું નથી. મીડિયામાં ચાલી રહેલી આ વાતો તદ્દન આધારવિહોણી છે અને આવી ખોટી અફવાઓથી તેમને ઘણું વ્યક્તિગત દુઃખ થયું છે.
Advertisement
Yusuf Pathan Resignation Rumors : તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે રવિવારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી તેમના રાજીનામાની ચર્ચાઓ પર આખરે મૌન તોડ્યું છે. પઠાણે આ તમામ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ સાંસદ પદ છોડવાના નથી.

