Vav-Tharad Rain : વાવ અને થરાદ પંથકમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. આજે વાવ-થરાદ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ થરાદ, વાવ, રાહ, લાખણી અને દિયોદર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Vav-Tharad Rain : થરાદ શહેરમાં વરસાદ પડતા ગરમીથી રાહત
ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે લાંબા સમયથી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત જોવા મળી છે. ખાસ કરીને થરાદના જાંદલા, ડેલ, સણધર અને નાગલા જેવા ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો હવે આગામી ખેતીના કામોમાં જોતરાશે
ખેડૂતોમાં ખુશીનો માહોલ
બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે પાલનપુર અને વડગામ પંથકમાં મેઘમહેર વરસાવી છે. વડગામમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લા મથક પાલનપુરમાં 8 મીમી જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. જોકે, આ સામાન્ય વરસાદે જ સ્થાનિક વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વરસાદના આગમન સાથે જ પાલનપુર અને આસપાસના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે, જેના કારણે જનજીવન પર મોટી અસર પડી છે.
આ પણ વાંચો : Una Heavy Rain : ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો ! અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા