Vav-Tharad: દિયોદરના લુદરા ગામે કોર્ટ મેરેજ કરનાર યુવક સહિત પરિવાર પર હુમલો, યુવતીના અપહરણનો આક્ષેપ
દિયોદરના લુદરા ગામે કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલ પર યુવતીના પિયર પક્ષે મોડી રાત્રે હિંસક હુમલો કર્યો હતો. યુવતીના પિતા અને કાકા સહિત 13 લોકોએ યુવક તથા તેના માતા-પિતાને માર મારી યુવતીનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે પીડિત યુવક બકુલ માળીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Vav-Tharad News: વાવ થરાદ અને દિયોદર પંથકમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિયોદરના લુદરા ગામે પ્રેમ લગ્ન (Love Marriage) કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષના લોકો દ્વારા હુમલો (Attack) કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

