Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોમવારે આ ઉપાયો કરવાથી ભોળાનાથ થાય છે પ્રસન્ન, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

આપણે ત્યાં હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો પર કૃપા વરસાવે છે. આ તો ચાલો જાણીએ કે ક્યાં ઉપાયો કરવાથી ભગવાન શિવને આપણે પ્રસન્ન કરી શકીએ .ભગવાન શિવને બિલિપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બિલિપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ àª
સોમવારે આ ઉપાયો કરવાથી ભોળાનાથ થાય છે પ્રસન્ન  ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે
Advertisement
આપણે ત્યાં હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો પર કૃપા વરસાવે છે. આ તો ચાલો જાણીએ કે ક્યાં ઉપાયો કરવાથી ભગવાન શિવને આપણે પ્રસન્ન કરી શકીએ .
ભગવાન શિવને બિલિપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બિલિપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પૂજા કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના જાપ  કરીએ તો તે શુભ  માનવામાં  આવે છે .
શિવપુરાણ અનુસાર, આ સમગ્ર સૃષ્ટિ ભગવાન શિવની ઇચ્છા દ્વારા બનાવવામાં આવી છે અને તે ભગવાન વિષ્ણુ દ્વારા અનુસરે છે. તેથી જ શિવની પૂજા કરવાથી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. શિવની ઉપાસના માટે સોમવારનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. 
આ ઉપરાંત જે છોકરાઓ અને છોકરીઓ લગ્ન નથી  થઇ રહ્યા તેઓએ સોમવારે શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગને દૂધ ચઢાવવું જોઈએ. શિવલિંગને ચઢાવવામાં આવતા દૂધમાં તમે કેસરને થોડું મિક્સ કરી શકો છો. આ કેસરવાળા દૂધને ચઢાવતી વખતે તમારે શિવાયનો જાપ પણ કરવો જોઈએ. 
સોમવારે સાંજે મંદિરની મુલાકાત લઈને શિવની પૂજા કરો અને આ પૂજા કરતી વખતે શિવલિંગની સામે 11 ઘીના દીવડાઓ પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમને તમારી કારકિર્દીમાં સફળતા મળવાનું શરૂ થશે. સોમવારે ગરીબોને ખીર અને રોટલો ખવડાવવાથી પણ લાભ થાય છે.
Tags :
Advertisement

.

×