ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી બધી વખત થયો છે અને થતો જ રહેવાનો છે ભાણવડથી પાછતરડી એક રસ્તો ગડુ-દુઘાળા તથા હાથલા તરફ ફંટાય. હાથલા ગામને અડીને લગભગ દોઢેક ખેતરવા શનિદેવનું રક્ષિત મંદિર છે. તેમાં કાળભૈરવ- શનિદેવ- પનોતી અઢી વર્ષ- પનોતી સાડા સાત વર્ષ એમ સિંદુર ચડાવેલી ભિન્ન ભિન્ન મૂર્તિઓ છે. મૂર્તિના જ સાનિઘ્યમાં ઐતિહાસિક શનિદેવ જે સૈકાઓથી ત્યાં બિરાજમાન છે. જગ્યાની સ્વચ્છતા દાદ માગી લે તેવી છે.
14