Download Apps
Home » આ શિવરાત્રિએ ભગવાન ભોળાનાથની કૃપા કેવી રીતે મેળવશો?

આ શિવરાત્રિએ ભગવાન ભોળાનાથની કૃપા કેવી રીતે મેળવશો?

વર્ષમાં સૌથી મહત્ત્વની કોઇ રત્રિહોય તો તે શિવરાત્રિ છે. હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર આદિ દેવ શંકર સૌથી જલ્દી પ્રસન્ન થતાં દેવ છે. મહાશિવરાત્રિના ચારપ્રહરની વિશેષ પૂજાનું સવિશેષ મહત્ત્વ છે. આજના દિવસે મંદિરોમાં લધુ રુદ્ર, બિલિપત્ર, આંકડા અને ધતૂરો સાથે ભાવિકો ભોળાનાથનું પૂજન અર્ચન કરે છે. મહાશિવરાત્રિની રાત્રિપૂજા વિશેષ ફળદાયી હોય છે. આજના દિવસે ભગવાન શંકરના આ વિશે મંત્ર સાથે આ સમયમાં કરેલી પૂજા અનેકગણું ફળ આપે છે.આજના દિવસે શિવપંચાક્ક્ષર સ્ત્રોત, શિવ મહિમન સ્ત્રોત અને શિવતાંડવ સ્ત્રોતનું શ્રવણ ચિંતન વિશેષ ફળદાયી છે. 
શિવરાત્રિ પૂજનના વિશેષ મૂહુર્ત
પ્રથમ પહરની પૂજા – 1 માર્ચ, 2022 સાંજે 6:21 થી 9:27 સુધી.
2: બીજા અર્ધની પૂજા- 1 માર્ચની રાત્રે 9:27 મિનિટથી 12:33 મિનિટ સુધી.
3: ત્રીજા પ્રહરની પૂજા- 1લી માર્ચ બપોરે 12:33 વાગ્યાથી સવારે 3:39 વાગ્યા સુધી.
4: ચોથા પ્રહરની પૂજા- 2 માર્ચે સવારે 3:39 થી 6:45 સુધી.


કેવી રીતે કરશો દેવાધિદેવ મહાદેવની પૂજા
શિવની રાત્રે ભગવાન શંકરને પંચામૃતથી સ્નાન કરાવો. કેસર મિશ્રિત જળથી 8 લોટાનો અભિષેક કરો.આખી રાત ઘીનો દીવો પ્રગટાવો જોઇએ. શિવલિંગને ચંદનનું તિલક લગાવો. ત્રણ,પાંત કે સાત બિલિપત્રબિલ્વાષ્ટક મંત્ર સાથે ચડાવવા જોઇએ. આજનીપૂજામાં 101,1001 કે એક લાખ બિલીપત્ર ચઢાવવાનો પણ ભક્તોમાં મહિમા છે. શિવજીને ધતુરાનું પુષ્પ,જાયફળ, કમળપુષ્પ કે કમળકાકડી પણ પ્રિય છે. તેથી શિવપૂજામાં આ દ્રવ્યો સાથે મહાદેવજીનું પૂજન અર્ચન કરવું જોઇએ. શિવજીને ફળ,મિઠાઇ, સૂકો મેવો ઘરાવવો. ત્યારબાદ આરતી કરીને  છેલ્લે કેસરયુક્ત દૂધમાં ખીર બનાવી ભગવાનને ધરાવવી અને આ પ્રસાદ નાના બાળકોને આપવો જોઇએ. ભગવાન શંકરની પૂજન વિધિ ષોડ્સ મંત્રોચ્ચારથી કરવી જોઇએ.સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકો છો. જો તે શક્ય ન હોય તો આ મંત્રમાથી કોઇ એક મંત્રનો 108 વાર પાઠ કરવાથી ભક્તોને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. 
 મંત્ર – ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम्। ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षिय मामृतात्।।
 આ છે ચમત્કારિક શિવ મંત્ર
1. ઓમ શિવાય નમઃ
2. ઓમ સર્વાત્મને નમઃ
3. ઓમ ત્રિનેત્રાય નમઃ
4. ઓમ હરાય નમઃ
5. ઓમ ઇન્દ્રમુખાય નમઃ
6. ઓમ શ્રીકંઠાય નમઃ:
7. ઓમ વામદેવાય નમઃ
8. ઓમ તત્પુરુષાય નમ
9.ઓમ ઈશાનાય નમઃ
10. ઓમ અનંતધર્માય નમઃ:
11. ઓમ જ્ઞાનભૂતાય નમઃ:
12. ઓમ અનંતવૈરાગ્યસિંધાય નમઃ:
13. ઓમ પ્રધાનાય નમઃ:
14. ઓમ વ્યોમાત્ને નમઃ:
15. ઓમ મહાકાલાય નમઃ:
16 શિવ ગાયત્રી મંત્રઃ ઓમ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ, તન્નો રુદ્ર પ્રચોદયાત્.
17. ઓમ હ્રીં નમઃ શિવાય હ્રીં ઓમ.
18. ઓમ નમઃ શિવાય
19 ઓમ એંમ હ્રી શિવગૌરીમય હ્રીં એં ઉં
20 ઓમ આશુતોષાય નમ:
રામનવમી નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાનું આયોજન, જુઓ Photos
રામનવમી નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાનું આયોજન, જુઓ Photos
By Vipul Sen
Kim Kardashian : કિમ કર્દાશિયને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ…
Kim Kardashian : કિમ કર્દાશિયને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ…
By Hiren Dave
Pragya Jaiswal  : પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો થઈ વાયરલ
Pragya Jaiswal : પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો થઈ વાયરલ
By Hiren Dave
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો!
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો!
By Hardik Shah
એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ
એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ
By VIMAL PRAJAPATI
ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થાય છે તો પહેલેથી જ ચેતી જજો! બાકી…
ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થાય છે તો પહેલેથી જ ચેતી જજો! બાકી…
By VIMAL PRAJAPATI
ઉનાળામાં ફ્રિઝના પાણીનું સેવન કરવું શરીર માટે હાનિકારક
ઉનાળામાં ફ્રિઝના પાણીનું સેવન કરવું શરીર માટે હાનિકારક
By Aviraj Bagda
અહીં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી વાવ, નીચે જતા લોકો ભૂલી જાય છે રસ્તો
અહીં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી વાવ, નીચે જતા લોકો ભૂલી જાય છે રસ્તો
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રામનવમી નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાનું આયોજન, જુઓ Photos Kim Kardashian : કિમ કર્દાશિયને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ… Pragya Jaiswal : પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો થઈ વાયરલ આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો! એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થાય છે તો પહેલેથી જ ચેતી જજો! બાકી… ઉનાળામાં ફ્રિઝના પાણીનું સેવન કરવું શરીર માટે હાનિકારક અહીં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી વાવ, નીચે જતા લોકો ભૂલી જાય છે રસ્તો