
અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે. અભિષેકના જન્મદિવસ પર આજે અમે તમને જણાવીશું તેમના વિશેના રસપ્રદ કિસ્સા અને તેમના કરિયર વિશે. શું તમે જાણો છો કે અભિષેક બચ્ચનનું નામ બર્થ સર્ટિફિકેટમાં બાબા બચ્ચન છે. અભિષેકને બોર્ડિગ કાર્ડસ કલેક્ટ કરવાનો ઘણો શોખ છે. અને તે કારણથી જ તે જ્યારે પણ ટ્રાવેલ કરે છે તો બોર્ડિગ કાર્ડસ સાચવીને રાખે છે. અભિષેક બચ્ચનના તમામ ચાહકો માટે એક ખાસ ભેટ છે. આ વાત ખુદ અભિનેતા તરફથી આવી છે. તેણે તેના આગામી પ્રોજેક્ટ ઘૂમરના સેટમાંથી ક્લેપબોર્ડની તસવીર શેર કરી છે. તેમજ તેના પિતાએ પણ તેમને જન્મદિનની શુભકામના આપી છે.
અભિષેક બચ્ચનની વેબ સિરિઝ
અભિષેકની ફિલ્મી કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. જોકે વર્ષ 2004માં અભિષેક બચ્ચને ફિલ્મ ‘ધૂમ’માં કામ કર્યું હતું. અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી તેણે ‘બંટી ઔર બબલી’, ‘યુવા’, ‘બ્લફમાસ્ટર’, ‘ગુરુ’ અને ‘દોસ્તાના’ જેવી સુપરહિટ ફિલ્મો કરી અને તેણે સાબિત કરી દીધુ કે તે શહેનશાહ અમિતાભનો પુત્ર છે. ફિલ્મો બાદ અભિષેક બચ્ચને વેબસિરિઝમાં પણ કામ કરી ચૂક્યા છે. જો કે હાલ તેની નવી સિરિઝ BREATH-2 આવા જઈ રહી છે. BREATH-1 સિરિઝ ચાહકોને ખુબ પંસદ આવી હતી. જો કે હવે BREATH-2ની તેના ચાહલો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.