39

અનમોલ અંબાણી અને કૃશા શાહ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. 20મી ફેબ્રુઆરીએ કપલ હંમેશાં માટે એક બીજા સાથે જોડાયું હતું. સોશિયલ મિડીયામાં ન્યૂલી વેડેડ કપલનો પહેલો ફોટોગ્રાફ જોવા મળ્યો હતો. જે પીંકી રેડ્ડીએ શેર કર્યો હતો. પીંકી એક આંત્રપિન્યોર છે. આ ફોટામાં અનમોલ અને કૃશાની સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અને કૃશા શાહના રંગે ચંગે લગ્ન યોજાયા હતા.
લાલ પાનેતરમાં સુંદર લાગી કૃશા
કૃશાએ લાલ પાનેતર સાથે હાથમાં લગ્ન ચુડો ગળામાં કુંદનની જવેલરી અને કલીરા સાથેનો બ્રાઇડલ લૂક ઘણો આકર્ષક લાગી રહ્યી હતો. માથા પર સફેદ પાધડી અને સફેદ શરવાનીમાં અનમોલ પણ સુંદર દેખાઇ રહ્યો હતો. આ ફોટામાં પીંકીએ કપલને શુભકામના આપી હતી. સાથે જ લખ્યું કે – જૂના મિત્રોને મળીને સારું લાગ્યું ટીના અને અનિલ અંબાણીની મહેમાન નવાજી શાનદાર રહી.

અનમોલના લગ્નમાં બચ્ચન પરિવાર સામેલ
અનમોલના લગ્નમાં બચ્ચન પરિવાર પણ સામેલ થયો હતો. શ્વેતા બચ્ચન, જયા બચ્ચન અને નવ્યા નવેલી નંદાની તસવીરો પણ સોશિયલ મિડીયામાં સામે આવી હતી.જેમાંની એક તસવીરમાં જયા બચ્ચન ટીના અંબાણી સાથે જોવા મળ્યાં હતાં. બીજી તસવીરમાં લાલ અને જાંબલી પ્રિન્ટેડ નેકલાઇન કુર્તા, વાદળી પાયજામામાં અભિષેક પણ જોવા મળ્યો હતો.