34

વિદ્યા બાલન અને શેફાલી શાહની થ્રિલર ડ્રામા ફિલ્મ જલસાનું ટિઝર આજે ઓફિશિયલી લોન્ચ થયું છે. ટિઝર પણ સસ્પેન્સથી ભેરેલું છે.દર્શકોને રોમાંચની દુનિયામાં લઇ જતું આ ટિઝર જોઇને ચોક્ક્સ એવું કહી શકાય કે ફિલ્મ વધારે આકર્ષક હશે. ટિઝર પરથી એવું લાગી રહ્યું છે કે ‘જલસા’ દર્શકોને ચોક્કસ જલસા કરાવશે. ટિઝર જોતાં લાગે છે કે વિદ્યાનો શાનદાર અભિનય અને રોમાંન્સથી ભરપુર આ ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ પડશે. ‘જલસા’ એમેઝોન પ્રાઇમ પર હોળી 18મી માર્ચે સ્ટીમીંગ થશે.
જલસા ફિલ્મનું નિર્દેશન સુરેશ ત્રિવેણીએ કર્યું છે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર (ટી-સિરીઝ), વિક્રમ મલ્હોત્રા, શિખા શર્મા છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન, શેફાલી શાહ, માનવ કૌલ, રોહિણી, ઇકબાલ ખાન, વિધાત્રી બંદી, શ્રીકાંત મોહન યાદવ, શફીન પટેલ અને સૂર્યા કાસી ભાતલા શ્રેષ્ઠ કલાકારોમાં છે. વિદ્યા બાલન છેલ્લે ફિલ્મ શેરનીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વિદ્યાએ ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ મૂવી પણ એમેઝોન પ્રાઇમ વિડિયો પર પણ રિલીઝ થઇ હતી. તેમાં પણ વિદ્યાની એક્ટીંગને દર્શકોએ વખાણી હતી. . જલસા સિવાય, વિદ્યા પાસે હાલમાં એક મોટો બોલિવુડ પ્રોજેક્ટ છે.