32

ફરાહન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. મુંબઇના ખંડાલાના અને તેની આસપાસના બંગલોમાં આ બોલિવુડ કપલના લગ્ન માટેની રંગેચંગે તૈયારીએ થઇ ગઇ છે. તેઓ અહીં પોતાના ફાર્મ હાઉસમાં લગ્ન કરવાના છે. જાવેદ અખ્તર અને શબાના આઝમીનું ખંડાલામાં ‘શુકુન’નું ફાર્મહાઉસ છે. આસપાસના ફાર્મ હાઉસમાં આવનાર મહેમાનો માટેની પણ વ્યવસ્થાઓ થઇ ગઇ છે.

છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં
19 ફેબ્રુઆરીના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યુ છે. બંન્ના લગ્નની વાતો છેલ્લા ઘણાં સમયથી બોલિવુડમાં ચાલી રહ્યી હતી. 17 ફેબ્રુઆરીએ આ કપલની મહેંદી રસમના ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થયાં હતાં.ફરાહ અને શિબાની દાંડેકર છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. શિબાની દાંડેકરે તેના જન્મદિવસ પર તેના ગરદન પરના ફરાહના ટેટૂની તસવીર પોસ્ટ કરી હતી. ટેલિવિઝન હોસ્ટે તેના ગળા પર ફરહાનના નામનું ટેટૂ કરાવ્યું હતું અન તેને ગર્વથી બતાવી રહી હતી.

કેવા હશે આ અનોખા લગ્ન ?
એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે, તેની નજીકના એક સૂત્રએ આ વાતને નકારી કાઢી છે. તેમની નજીકના સૂત્રોએ કહ્યું, ‘બંન્ને આ લગ્નને સિમ્પલ અને સરળ રાખવા માંગતા હતાં. તેથી મહેમાનોને પેસ્ટલ અને સફેદ જેવા સાદા રંગો પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ એક સિમ્પલ લગ્ન છે. તેથી તેમણે સરળ વિધિ બનાવી છે. બંનેએ પોતપોતના વચનો લખી રાખ્યા છે. અને 19મી ફેબ્રુઆરીના રોજ, તેમના લગ્નના દિવસે, મહેમાનોની બાજરીમાં તેઓ એકબીજાને આ વચનો આપશે. સૂત્રના જણાવ્યા અનુસાર, ‘ફરહાન અને શિબાનીએ હંમેશા એકબીજાની સરનેને સરખો પ્રેમ કર્યો છે. એટલા માટે બંનેએ પરંપરાગત લગ્નની જગ્યાએ ,એકબીજાનાં ધર્મમાં આસ્થાને ધ્યાનમાં રાખીને આ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યુ છેય
કુંટુંબ અને નજીકના મિત્રો થશે સામેલ
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે. કહેવાઇ રહ્યું છે કે, ફરહાન અખ્તરે શાહરૂખ ખાન અને રિતિક રોશનને પણ પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું છે. બંને ફરહાનના ખાસ મિત્રો છે. જોકે તેઓ આ લગ્નમાં સામેલ થશે કે કેમ તે ચોક્કસ નથી.