35

સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની તાજેતરમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તાજેતરના અહેવાલ મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની વિશેષ તપાસ ટીમ (SIT)ને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં કોઈ પુરાવા મળ્યા નથી. કેસમાં આર્યન ખાન પર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટનો ભાગ હોવાનો આરોપ હતો. રિપોર્ટ અનુસાર, NCBદ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવેલા રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ છે.
આર્યન સામે કોઈ આરોપ સાબિત થયો નથી !
એનસીબીના મુંબઈ એકમ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી વિપરીત, એક HT અહેવાલ દર્શાવે છે કે આર્યન ખાનનો ફોન ઉપાડવાની અને તેની ચેટમાં જવાની કોઈ જરૂર નથી કારણ કે તેણે ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. આ સિવાય ચેટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્ટાર કિડ આર્યન ખાનનો કોઈ પણ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે કોઈ સંબંધ નથી. સાથે જ તપાસમાં સામે આવ્યું કે દરોડો વિડિયો-રેકોર્ડ કરવામાં આવ્યો ન હતો જે NCBના માર્ગદર્શિકા મુજબ આવશ્યક છે. મિડિયા અહેવાલો મુજબ દાવો કરવામાં આવ્યો છે કે હજી સુધી તપાસ પૂરી થઈ નથી. એસ એન પ્રધાનને પોતાનો ફાઇનલ રિપોર્ટ સબમિટ કરવામાં હજી થોડાં મહિના થશે. ફાઇનલ રિપોર્ટ રજૂ કરતા પહેલાં કાયદાકીય મદદ લેવામાં આવશે. ખાસ કરીને એ પાસા પર ધ્યાન આપવામાં આવશે કે શું આર્યન ખાન પર કન્ઝપ્શનનો આરોપ મૂકી શકાય ખરાં?
આર્યન ખાન પાસે ડ્રગ્સ મળ્યું નથી
ક્રુઝ પરથી તે સિંગલ રિકવરી તરીકે દર્શાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે SITની તપાસ હજુ પૂરી થઈ નથી અને ટીમને તપાસ પૂર્ણ કરવામાં અને રિપોર્ટ ફાઈલ કરવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. કાયદાકીય અભિપ્રાય લેવાનો હજુ બાકી છે જેમાં એ જોવામાં આવશે.
3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી
સમીર વાનખેડેએ 2 ઓક્ટોબર, 2021ની રાત્રે મુંબઈના ગ્રીન ગેટ પર આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ પર કૉર્ડિલિયા ક્રૂઝ પર ટીમ સાથે દરોડા પાડ્યા હતા. અહીંયાથી ટીમને 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ગાંજો, 22 એક્સ્ટસીની ગોળી તથા 1.33 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તપાસમાં એજન્સીએ 14 લોકોની ધરપકડ કરી હતી. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની પણ 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં 17 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા હતા.
વ્હોટ્સચેપ ચેટને સૌથી મોટો પુરાવો ગણવામાં આવ્યો
SITના રિપોર્ટ પ્રમાણે, દરોડા દરમિયાન વ્હોટ્સએપ ચેટને સૌથી મોટો પુરાવો માનીને વાનખેડેની ટીમે દાવો કર્યો હતો કે આરોપી ષડયંત્રનો હિસ્સો હતો. એજન્સીએ આરોપ મૂક્યો હતો કે આર્યન ખાન વિદેશી ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતો. પુરાવા માટે કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ રજૂ કરવામાં આવી હતી, જેમાં હાર્ડ ડ્રગ્સ તથા બલ્ક ક્વૉન્ટિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, એજન્સીના દાવાને હાઇકોર્ટે ફગાવી દીધા હતા અને જજ નિતિન ડબ્લ્યૂની સામ્બ્રેની સિંગલ ખંડપીઠે કહ્યું હતું ,કે કોઈ પણ ષડયંત્રને સાબિત કરવા માટે એજન્સી પાસે પૂરતા પુરાવા નથી. આર્યન ખાન, અરબાઝ તથા મુનમુન ધામેચા શિપ પર હાજર હતા અને આ એક વાતને કારણે તેઓ ડ્રગ્સ રેકેટનો હિસ્સો હતાં તેમ કહી શકાય નહીં.
હાઇકોર્ટે પણ આ જ વાત કહી
ઉલ્લેખનીય છે કે SITની શરૂઆતનો નિષ્કર્ષ બોમ્બે હાઇકોર્ટેની ટિપ્પણીઓની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે 28 ઓક્ટોબરે આર્યનને જામીન આપતા સમયે હાઇકોર્ટે કહ્યું હતું કે NCBના રિપોર્ટમાં આર્યન ખાન કોઈ પણ ષડયંત્રનો હિસ્સો હોવાને કે પછી તેની પાસે ડ્રગ્સ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.
ચાહકો આર્યનના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આર્યન ખાનની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. ‘ધ લાયન કિંગ’માં ડબિંગ માટે શાહરૂખ ખાન અને આર્યન ખાનના અવાજનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. બોવિવુડ ડેબ્યુ પહેલાં જ કિંગ ખાનના પુત્રને લઈને મોટો વિવાદ થયો હતો. આર્યન ખાન ટૂંક સમયમાં બોવિવુડમાં રાઇટર તરીકે ડેબ્યૂ કરશે. આર્યન ખાન વેબ સિરીઝ તથા ફીચર ફિલ્મ માટે કામ કરશે. આ પ્રોજેક્ટ શાહરુખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનશે. વેબ સિરીઝ આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે. આર્યનની સાથે બિલાલ સિદ્દિકી કો-રાઇટર તરીકે કામ કરી રહ્યો છે.
આર્યન ખાન મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો
જામીન મળ્યા બાદથી તે ઘણો સમય ઘરની બહાર નીકળતો ન હતો. હવે આર્યન ખાનનું જીવન ફરી પાટે ચઢી ગયું હોય તેમ લાગે છે. શિબાની-ફરહાનની વેડિંગ પાર્ટી બાદ હવે આર્યન ખાન મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો.આર્યન ખાન રવિવાર, 27 ફેબ્રુઆરીની રાત્રે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં જાહન્વી કપૂર તથા સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પણ પણ જોવા મળ્યા હતા. મિત્રો સાથે પાર્ટી પહેલાં આર્યન ખાન IPLની ઓક્શન ઇવેન્ટમાં સુહાના ખાન સાથે જોવા મળ્યો હતો. સુહાના એક્ટિંગ ડેબ્યૂ કરી રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મમાં ખુશી કપૂર તથા અગસ્ત્ય નંદા સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતાં
ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. આર્યન ખાન આર્થર રોડ જેલમાં રહ્યો હતો. આર્યનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતાં અને 30 ઓક્ટોબરે આર્યન ખાન ઘરે આવ્યો હતો.