14

લોકપ્રિય ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 15’ના વિજેતા તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથેના પોતાના લગ્નના પ્લાન પર મૌન તોડ્યું છે. નોંધનીય છે કે તેજસ્વી પ્રકાશ બિગ બોસની આ સિઝનની સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંની એક હતી. ઘરની અંદર તેજસ્વીએ અને કરણ કુન્દ્રાની જોડીએ લોકોને બિગ બોસ જોવા માટે આકર્ષિત કર્યા હતા.
તેજસ્વી અને કરણ કુન્દ્રાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી તો કેટલાક દર્શકોને લાગતું હતું કે શોની ટીઆરપી માટે અને શોમાં ટકી રહેવા માટે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા એકબીજાની નજીક આવી રહ્યા છે. પરતું જેમ જેમ શો આગળ વધતો ગયો અને બંને વચ્ચે કેમેસ્ટ્રી જોઈને લોકોને લાગવા માડયું કે ખરેખરે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.
તેજસ્વીએ તેના ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે ક્રિશ તેનો પ્રેમી ન હતો ન તો યોગિતા કરણની ગર્લફ્રેન્ડ હતી.તેજસ્વીએ કહ્યું ક્રિશ તેના બાળપણનો મિત્ર હતો. જ્યારે તેજસ્વીએ તેના અને કરણ કુન્દ્રાને લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટ કઈ દીધુ કે હાલ લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી.