8

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની કેમેસ્ટ્રી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહમાસ્ત્ર’નો એક ફોટો સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો થયો છે. આ ફોટામાં આલિયા અને રણવીરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવાં મળી રહ્યી છે. ફેન્સ આતુરતાથી આ લવ બર્ડ્સની ફિલ્મની સાથે તેઓ ક્યારે લગ્ન કરશે તેની રાહ જોઇ રહ્યાં છે.
તાજેતરમાં સોશિયલ મિડિયામાં રણબીર- આલિયાનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો છે. જેમાં રણબીર કપૂર શિવનો રોલ કરી રહ્યો છે, જ્યારે આલિયા ભટ્ટના પાત્રનું નામ ઈશા છે.
નવા વાયરલ ફોટામાં શિવ અને ઈશા
શિવ અને ઈશા એકબીજાની આંખોમાં ડૂબેલાં જોઈ શકાય છે. બંને વચ્ચે એક મોટો મેટલ ગેટ પણ છે. અને બંનેએ એકબીજાનો હાથ પણ પકડ્યો છે. આ ફોટો સોશિયલ મિડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની કેમેસ્ટ્રી જોઈને ચાહકો ખુશ છે. બંનેનો આ નવો ફોટો વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહીં, પણ રણબીર કપૂર પણ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે